Categories: World

પાક.નાં સૌથી અમીર નેતા છે શરીફ : બે અબજની સંપત્તિ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફ દેશનાં સૌથી ધનવાન નેતા છે. નવાઝ શરીફની પાસે બે અબજ રૂપિયાની અંગત મિલ્કત છે. માત્ર ચાર વર્ષમાં તેની પ્રોપર્ટમાં એક અબજ રૂપિયા જેટલો વધારો થયો છે. ચૂંટણી પંચે 2015ની ચૂંટણી માટે સંપત્તિનો અહેવાલ આપ્યો છે. શરીફે કાયદા અનુસાર પોતાની હાલની સંપત્તિ અંગે ચૂંટણી પંચને માહિતી આપી હતી. સંપત્તિની આ માહિતી પનામા પેપર્સ લીકનાં કારણે ચાલી રહેલા વિવાદો વચ્ચે આવી છે. શરીફ હવે કોમી એસેમ્બલીનાં ખુબ જ જુજ અબજોપતિઓ પૈકી એક છે. અન્ય અબજોપતિ નેતાઓમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી શાહિદ ખાકાન અને ખેબર પખ્તૂનનાં સાંસદ ખયાલ જમા અને સાજિદ હુસૈનનો સમાવેશ થાય છે.

શરીફની વિદેશમાં કોઇ સંપત્તી નથી. 2011માં તેમની સંપત્તિની કિંમત 16.6 કરોડ રૂપિયા હતી અને 2012માં તે વધીને 26.16 કોરડ રૂપિયા થઇ ગઇ જ્યારે 2013 1.82 અબજ રૂપિયાની સંપત્તિ સાથે તેમને અબજોપતિ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે શરીફને 2015માં તેનાં પુત્ર હુસૈન નવાઝ પાસેથી 21.15 કરોડ રૂપિયાથી વધારે રકમ મળી હતી. તેની પહેલા તેનાં પુત્રએ 2014 અને 2013માં ક્રમશ 23.9 કરોડ રૂપિયા અને 19.75 કરોડ રૂપિયાની રકમ મોકલી હતી.

શરીફ પાસે ટોયોટા લેન્ડ ક્રુઝર કાર છે જે તેમને ભેટમાં મળેલી છે. બે મર્સિડીઝ ગાડીઓ પણ છે. જે મકાનમાં તેઓ રહે છે તે તેમની માતાનાં નામે છે.તેમનાં ઘણા બધા લોકલ અને વિદેશમાં લોકલ કરેન્સી એકાઉન્ટ છે. શરીફે પહેલીવાર આની જાહેરાત કરી હતી. 20 લાખની કિંમતનાં પશુપંખીઓ પણ છે. પત્ની કુલસુમ નવાઝની પાસે એબટાબાદ, ચંગા, ગલીમાં જમીન અને મકાન છે. જેની કિંમત 8 કરોડ છે. તે ઉપરાંત 100 કરોડ રૂપિયાનો એક બંગ્લો પણ છે. સાથે જ પારિવારિક વેપારમાં તેમની ભાગીદારી પણ છે .

Navin Sharma

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

12 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

12 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

12 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

13 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

13 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

13 hours ago