સમુદ્ર લૂંટની કોશિશને નિષ્ફળ બનાવતી નૌસેના

નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ પોતાની લડાયક જહાંજની મદદથી મુંબઇના દરિયા કિનારીથી 800 મીલ દૂર પશ્વિમિ અરબ સાગરમાં એક વ્યાપારિક જહાંજને નિશાન બનાવીને સમુદ્ર લુંટારઓની કોશિશને નિષ્ફળ કરી દીધી છે.

નૌસેનાના એક પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે આ ઘટના 15 એપ્રિલના રોજ થઇ હતી. પી8આઇ વિમાને દેખરેખ દરમિયાન એક મોટરબોટ અને ઝડપી બે નાની બોટને જહાંજ તરફ જતી જોઇ. જહાંજે સંભવિત સમુદ્ર લુંટારઓ સાથે મુકાબલા માટે મદદ માંગી.

અધિકારીએ જણાવ્યું કે, ‘વિમાને તરત જવાબ આપ્યો અને ચેતાવણી સૂચના આપી દીધી.’ તેમને જણાવ્યું કે વિમાનને પીછો કરતાં જોઇ શંકાસ્પદ મોટરબોટ અને નાની બોટે તેમનો રસ્તો બદલી નાંખ્યો

You might also like