ભારતીય નૌસેના દિવસ પર પીએમ મોદીએ જવાનોને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: ભારતીય નૌસેના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને નૌસેનાને બધાઇ આપી છે. પીએમએ ટ્વિટ પર લખ્યું કે, ‘દરેક નૌસેના કર્મીઓ અને એમના પરીવારને આ દિવસની શુભેચ્છા પાઠવું છું. અમે નૌસેનાના આ મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરીએ છીએ.’ એની સાથે જ તેમણે નૌસેના કર્મીઓની બહાદુરીને સલામ કરીએ છીએ.

નૌસેના દિવસ પર અમર જવાન જ્યોતિ પર પહોંચીને સેના પ્રમુખ દલબીર સિંહ, નૌસેના પ્રમુખ સુનીલ લાંબા અને વાયુસેના પ્રમુખ અરુપ રાહાએ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ પ્રસંગે સુનીલ લાંબાએ જણાવ્યું હતું કે નૌસેના દિવસ પર હું રાષ્ટ્રને વિશ્વાસ અપાવું છું કે આપણી સેના હિંદ મહાસાગરમાં સમુદ્રી હિતોની રક્ષા કરવામાં પૂરી રીતે તૈયાર છે.

આજની દિવસે પાકિસ્તાનને આપ્યો હતો પરાજય

આમ તો ભારતીય નૌસેનાની શરૂઆત 5 સપ્ટેમ્બર વર્ષ 1612માં થઇ હતી, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના યુદ્ધપોતોનું પહેલું જહાંજ સુરત બંદર પહોંચ્યું હતું. વર્ષ 1934માં રોયલ ઇન્ડિયન નેવીની સ્થાપના થઇ હતી. 4 ડિસેમ્બરે નૌસેના દિવસ મનાવવા પાછળનો ઇતિહાસ છે. વર્ષ 1971માં પાકિસ્તાન તરફથી થયેલા યુદ્ધને જીતવા માટે ભારતીય નૌસેનાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ત્રણ ડિસેમ્બરે ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં યુદ્ધની શરૂઆત કરી હતી. ઓપરેશન ટ્રાઇડેન્ટ હેઠળ ચાર ડિસેમ્બર વર્ષ 1971 માં ભારતીય નૌસેનાએ કરાંચી નૌસેના અડ્ડા પર પહેલી વખત જહાંજ પર હુમલો કરનારી એન્ટી શિપ મિસાઇલથી હુમલો કર્યો હતો. પાકિસ્તાનના ત્રણ જહાંજનો નાશ કરી દેવામાં આવ્યો હતો. એમાં ભારતીય નૌસેનાનું આઇએનએસ ખુકરી પાણીમાં ડૂબી ગયું હતું. એમાં 18 અધિકારીઓ સહિત લગભગ 176 નૌસૈનિક સવાર કરી રહ્યા હતાં. તેલ ડિપોમાં લાગેલી આગ સાત દિવસ સુધી પણ ઓલવાઇ નહતી. આ ઓપરેશનની જીતવાની ખુશીમાં 4 ડિસેમ્બરે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.

home

You might also like