નવસારી-જલાલપોર સીટ: ભૂરાલાલ-ધર્મેશ પટેલના સમર્થકોમાં રોષ, રાજીનામાંની આપી ચીમકી

વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી માટે બંને રાષ્ટ્રીય પક્ષોની ઉમેદવારોની નામાવલી જાહેર થતા પક્ષોમાં બળવો જોવા મળી રહ્યો છે. જેમાં નવસારી જીલ્લાની નવસારી વિધાનસભા અને જલાલપોર વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારની પસંદગી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

રાજ્યની મોટાભાગની વિધાનસભા સીટોના નામો જાહેર થઈ ગયા છે. ત્યારે નવસારી વિધાનસભાની સત્તાવાર જાહેરાત ન થઈ હોવા છતાં ગત ટર્મના ધારાસભ્યે પોતે ઉમેદવાર છે તેવી જાહેરાત કરી ફોર્મ ભરવાની તૈયારીઓ કરતા ભુરાલાલના સમર્થકોમાં ભડકો થયો હતો.

તેમણે ૩૦૦૦ લોકોની રેલી કાઢી માજી કેબીનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. પિયુષભાઈએ પક્ષની મર્યાદા જાળવ્યા વગર જ પોતે ઉમેદવાર હોવાની જાહેરાત કરતા પક્ષ સાથે ગદ્દારી કરી હોય એવા સૂરો ઉભા થયા હતા.

બીજી તરફ ત્રણ ટર્મથી કોંગ્રેસ સાથે વફાદાર રહેલા જલાલપોર વિધાનસભાના ધર્મેશ પટેલને દર ૫વર્ષે પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોલીપોપ અપાતાં તેઓ પણ પક્ષમાં પોતાના સમર્થકો સાથે રાજીનામાની ચીમકીઓ આપી રહ્યા છે.

You might also like