આનંદીબહેને બસ દુર્ઘટનાના ઘાયલોના ખબર અંતર પૂછ્યા

ગાંધીનગર: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પૂર્ણા નદીમાં ખાબકેલી બસ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા નવસારીની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી ઈજાગ્રસ્તોને અપાતી સારવારની વિગત મેળવી હતી.

ગઈ કાલે નવસારીના સુપા ગામ પાસે પૂર્ણા નદી પાર કરતી વખતે રોંગ સાઈડથી આવતા બાઈક ચાલકને બચાવવાના પ્રયાસમાં એસ.ટી બસ ઓવરબ્રિજની રેલિંગ તોડીને નદીમાં ખાબકી પડી હતી. સમગ્ર ગુજરાતમાં આ ગમખ્વાર અકસ્માતના પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આ દુર્ઘટનાની જાણ આપી સાથે પોતાની શોક સંવેદના વ્યક્ત કરી હતી. તેમ જ હતભાગી મૃતક ઉતારુઓના પરિવારને રૃા. ચાર લાખની સહાયતા જાહેર કરી હતી. આજે તેમણે નવસારી જે હોસ્પિટલના ઈજાગ્રસ્તોને સરવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

હોસ્પિટલમાં સારવારગ્રસ્ત તમામ ઘાયલોની મુખ્યમંત્રીએ પથારી-પથારીએ જઈને આત્મિયતાથી ખબર અંતર પૂછ્યા હતા. તેમજ તેમની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તેવી હોસ્પિટલના સત્તાવાળાઓને સૂચના આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનો પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવાજનોને સાંત્વના આપી હતી. દરમિયાન કેટલાક પરિવારજનોએ હોસ્પિટલના સત્તાવાળાઓના અમાનવીય વર્તન વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. લઘુમતી સમાજની હોસ્પિટલમાં લઘુમતી સમાજના મૃતકોનો લાશ બિલની ચુકવણી કર્યા બાદ જ સોંપતા પરિવાજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

આનંદીબહેન બસ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી. જિલ્લાના પોલીસ સત્તાવાળાઓએ બસ નદીમાં કેવી રીતે ખાબકી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

You might also like