નવસારી : બસનો નહી પરંતુ કટકીનો કોળીયો બન્યા 41 લોકો: FSL રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદ : શુક્રવારે સાંજે નવસારી નજીક સુપા ગામે એસટી બસ નદીમાં ખાબકી હતી જેમાં 41 લોકોનાં મોત નિપજ્યા હતા. જો કે આ દુર્ઘટનાં બાદ તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. FSL દ્વારા ચાલી રહેલી તપાસમાં બહાર આવ્યું હતું કે બ્રિજ પર લાગેલા પોલની ગુણવત્તા હલકી હતી. ઘટના બની તે સમયે બ્રિજ પરનાં 25 પોલ તુટી પડ્યા હતા. પુલની રેલીંગમાં સળીયા જ નહી વપરાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. જો કે બસનો ચાલક નશામાં હતો કે કેમ તે અંગેની તપાસ હજી ચાલી રહી છે.
અત્રે નોંધનીય છેકે નવસારી કરૂણાંતિંકા નજરે જોનારા લોકોનું કહેવું છે કે બાઇક ચાલકને બચાવવા જતા બસ નદીમાં ખાબકી હતી. જેને ઘાયલ થયેલા વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું હતું. નવસારીની નારાયણ બી.એડ કોલેજમાં અભ્યાસ કરતી અને રજા હોવાનાં કારણે ઘરે જઇ રહેલી એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તે ડ્રાઇવરથી થોડા અંતરે જ ઉભી હતી. તેને બેસવાની જગ્યા નહી મળતા તે ઉભી હતી. બસ નેશનલ હાઇવે પર જઇ રહી હતી અને પુલ પાસેનાં ટર્નિંગ પાસે પહોંચી ત્યારે અચાનક બાઇક ચાલર રસ્તા પર આવી ગયો હતો. જો કે તે બાઇક ચાલકને બચાવવા જતા બસ નદીમાં ખાબકી હતી.
બાઇક ચાલકને બચાવવા જતા ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. પહેલા તો બસ હાલક ડોલક થઇ હતી. જો કે ત્યારે બુમાબુમ ચાલુ થઇ ગઇ હતી. જો કે ડ્રાઇવરે બસને કાબુમાં લેવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો પરંતુ બસ ધડાકા ભેર પુલપરથી નદીમાં ખાબકી હતી. અત્રે નોંધનીય છે કે આ દુર્ઘટનામાં 41 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટના પરતી એવું કહી શકાય કે 1 બાઇક ચાલકનો જીવ બચાવવા જતા 41 લોકોનાં જીવ ગયા. અથવા તો ભારતીયોની પહેલાથી જ વખણાયેલી ટ્રાફીક સેન્સનાં કારણે આ અકસ્માત સર્જાયો.

You might also like