નવરાત્રિ માતાની આરાધના કરવાનો તહેવાર છે, તંત્ર-મંત્ર માટે નહીં

આ મંદિરને ચોસઠ જોગણી મંદિર પણ કહેવાય છે. ભારતમાં ચાર ચોસઠ જોગણી મંદિર છે, જેમાંથી બે ઓરિસ્સામાં અને બે મધ્યપ્રદેશમાં આવેલા છે. એવી પણ માન્યતા છે કે નવરાત્રિમાં આ મંદિરમાં તંત્ર મંત્ર કરવાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

મુરૈનાના પઢાવલીમાં ચોસઠ જોગણી માતાના મંદિરમાં નવરાત્રિ આવતા જ તાંત્રિકોનો જમાવડો થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે, આ મંદિરમાં વિદેશમાંથી પણ લોકો તંત્ર મંત્ર શીખવા આવે છે. આ મંદિરને એક સમયે તાંત્રિક વિશ્વવિદ્યાલય પણ કહેવામાં આવતું હતું. આ મંદિરમાં રાત્રિના સમયે તાંત્રિકો તંત્ર મંત્રની વિદ્યા કરી માતાને પ્રસન્ન કરે છે.

You might also like