નવરાત્રીના આયોજકો ફાયર બ્રિગેડની NOC લેવા આવતા નથી!

અમદાવાદ: શહેરભરમાં દબદબાભેર રીતે ઊજવાતા સાર્વજનિક ગણેશોત્સવનો તહેવાર કહો કે સાર્વજનિક નવરાત્રિ દરમ્યાન ખેલૈયાઓની રાસ-ગરબાની રમઝટ ગણો પરંતુ ગણેશોત્સવની જેમ જ નવરાત્રિ ધામધુમ ફાયરબ્રિગેડ વિભાગની એનઓસી મેળવ્યા વગર થાય છે. અમદાવાદમાં ગરબાના સ્થળે સીસીટીવી કેમેરા, સિક્યોરિટીની વ્યવસ્થા ફરજિયાત કરાઇ છે. જો કે શહેરમાં નવરાત્રૌત્સવ થયેલા વેપારીકરણની હવે કોઇ નવાઇ નથી રહી, અનેક જગ્યાઓએ ફક્ત નાણાં રળવાના કોસર્શિયલ આશયથી ગરબાનું આયોજન કરાય છે. ખેલૈયાઓ પાસે ગરબાના પાસ માટે તગડા ભાવ વસૂલવામાં આવે છે. પરંતુ મોટાભાગના આયોજકોને ખેલૈયાઓના જાનમાલની ચિંતા-ફિકર હોય તેમ લાગતું નથી.

ગત વર્ષે શહેરભરથી માત્ર ર૬ આયોજકોએ ફાયરબ્રિગેડની એનઓસી મેળવી હતી. એસજી હાઇવે પરના પાર્ટી પ્લોટ પૈકી ૧૭ પાર્ટી પ્લોટના આયોજકો ફાયર બ્રિગ્રેડની એનઓસી લેવા આગળ આવ્યા હતા. નવરાત્રી આડે ફક્ત બે દિવસ બાકી હોવા છતાં માત્ર સાત આયોજકોની અરજી તંત્રને મળી છે. અન્ય મામલાઓમાં સત્તાવાળાઓ જે તે સ્થળની ફાયર સેફટીને તપાસવા પેટે રૂ.૧૦૦૦ અને એનઓસી માટે રૂ.૧૦૦૦ એમ ઓછામાં ઓછા બે હજારની ફી લેતા હોય છે પરંતુ નવરાત્રી માટે કોર્પોરેશન એક પણ રૂપિયાની ફી લેતું નથી. તદ્દન મફતમાં એનઓસી અપાતી હોવા છતાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ક્યારેય પચાસ આયોજકોએ પણ અરજી કરવાની તસદી લીધી નથી!

ફાયર બ્રિગેડને મળેલી અરજી
ચંદ્રપ્રકાશ દેસાઇ પાર્ટી પ્લોટ, બાપુનગર
ઔડા ગાર્ડન, રાજપથ કલબની પાછળ, એસજી હાઇવે
ગોલ્ફ કલબ, રાજપથ કલબની પાછળ, એસજી હાઇવે
એલ.જી. હોસ્પિટલ ગ્રાઉન્ડ, મણિનગર
મુખીની વાડી, ઇસનપુર, વટવા રોડ
મેરીમેન્ટ પાર્ટી પ્લોટ, એસજી હાઇવે
ગુલમોર પાર્ટી પ્લોટ, સાયન્સ સિટી
જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર
સાબરમતી રિવરફ્રન્ટ

You might also like