ગજકેસરી યોગ સાથે કાલથી નવરાત્રી

અમદાવાદ: શિવભક્તો માટે શ્રાવણ, વિષ્ણુ ભક્તો માટે પુરુષોત્તમ અને એવું જ માના ભક્તો માટે નવરાત્રીનું મહત્વ છે. વર્ષની ચાર નવરાત્રી પૈકી આ આસો નવરાત્રી ગજકેસરી યોગ સાથે કાલથી શરૂ થઇ રહી છે. જે આદ્યાત્મિકતા અને ભૌતિકતાની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. આવતી કાલથી ઠેર ઠેર મા જોગમાયાનો નાદ ગૂંજશે. કાલે પહેલા નોરતે ચંદ્ર અને ગુરુ કન્યા રાશિમાં હોવાથી ગજકેસરી યોગ રચાશે. ઉપરાંત દસમાંથી આઠ દિવસ રાજયોગ, સિદ્ધયોગ, સર્વાર્થ યોગ, પુષ્કર જેવા શુભ યોગ રચાશે. કાલે મા દુર્ગાનો વાર છે અશ્વ પર બિરાજમાન રહે છે તે શુભ ચિન્હ છે.

ઘટઃ સ્થાપન, ગરબી માટેનો શ્રેષ્ઠ સમય
કાલે સવારે ૭-૪૦ થી ૯-૧૦ શુભ ચોઘડિયું, બપોરે ૧ર-૧૦ થી ૦૪-૪ર અને સાંજે ૦૭-૪૦થી રાત્રે ૯-૦પ સુધીનો સમય ગરબી પધરાવવા માટે અને ઘટ સ્થાપન માટે શુભ અને શ્રેષ્ઠ છે.

ઢોલના તાલ યથાવત્
આજે પણ પાર્ટી પ્લોટમાં ભલે ડીજેની ધૂન સાથે ખેલૈયા અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમતા જોવા મળે પરંતુ અમદાવાદ શહેરની વચ્ચે પણ કેટલીક સોસાયટીમાં પરંપરાગત ઢોલ, નગારાં, તબલાં જેેવાં વાજિંત્રોની સાથે ગરબા ગવાય છે. ડી.જે.ના તાલે રમનારા પણ શરૂઆતના પાંચ ગરબા પરંપરાગત રીતે લના તાલે તાલી રાસ રમી લે છે.

અમદાવાદમાં વિવિધ રપ૦૦થી વધુ સ્થળોએ કાલથી ગરબાની રમઝટ જામશે. માતાજીનાં મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ જામશે. મા ખોડિયાર, અંબાજી, મહાકાળી, ચામુુંડાના આશીર્વાદ લેવાશે. મંદિરોમાં નવ દિવસ હવન-પૂજા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. પાર્ટી પ્લોટ સોસાયટીઓમાં ગરબે ઘૂમવા ખેલૈયા સજ્જ છે ત્યારે રાત્રે દિવસ ઊગશે.

You might also like