નવરાત્રી સ્પેશિયલ વ્રત ઇડલી

સામગ્રીઃ

1 કપ સામો

½ કપ સાબુદાણા

2 ચપટી બેકિંગ સોડા

સિંધવ મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સામો અને સાબુદાણાને એક બાઉલમાં લઇને તેને પાણીમાં 3 કલાક પલાડી રાખો. પછી તેમાંથી પાણી નિકાળીને તેને ક્રશ કરી લો અને ક્રશ કરતી વખતે થોડા પાણીનો જ ઉપયોગ કરવો. ક્રશ કરતી વખતે મિશ્રણ ઘટ્ટ અને દાણાદાર રાખવું. હવે મિક્ષણને એક બાઉલમાં નિકાળી આખી રાત ઢાંકીને રાખો. ઇડલી બનાવતી વખતે તેમાં મીંઠુ અને બેકિંગ પાઉડર ઉમેરો. ઇડલી સ્ટેન્ડ ગરમ કરી. તેમાં ઇડલીનું મિશ્રણ એડ કરીને માઇક્રોવેવમાં 5થી8 મિનિટ માટે સ્ટીમ કરો. તૈયાર ઇડલીને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like