નવજોત સિદ્ધુની પત્નીનું ભાજપમાંથી રાજીનામું

ચંડીગઢ: ભાજપના વરિષ્ઠ નેતા નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. કૌરે ફેસબુક પર તેણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે. નવજોત કૌરે રાજીનામું આપવા પહેલી અેપ્રિલની તારીખ પસંદ કરતાં મીડિયામાં અેવી પણ ચર્ચા ચાલી હતી કે કૌરે મજાક તો નથી કરીને? પરંતુ બાદમાં કૌરે અેક ચેનલ સાથેની મુલાકાતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે આ વાત અેપ્રિલફૂલ નહિ પણ સાચી છે. તેણે જણાવ્યું છે કે મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે અને રાજીનામું આપ્યા બાદ મારા પરથી મોટો બોજ ઊતરી ગયો છે.

નવજોતસિંહની પત્નીઅે આ પ્રકારે ભાજપમાંથી રાજીનામુું આપી દેતાં ભાજપ સહિત પંજાબના રાજકીય સ્તરે વિવિધ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે અને એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કૌર આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

કૌર પંજાબની પ્રકાશસિંહ બાદલ સરકારમાં સંસદીય સચિવપદે રહી ચૂક્યાં છે. નવજોત કૌરે લખ્યું હતું કે અમૃતસર પૂર્વ માટે ૭૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ એક મહિનાથી ટેન્ડર અટવાઈ ગયું છે. તેમણે મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલને સંબોધીને લખ્યું છે કે અમૃતસરના લોકો માટે ચાંદ-તારા તોડી લાવવાની વાત કરી આપ આમ જનતાની પ્રાથમિક જરૂિરયાતની બાબતો પણ પૂરી કરી શક્યા નથી. તેથી હું તમારા સંબંધીઓ માટે મારી સીટ ખાલી કરવા તૈયાર છ‌ું.

You might also like