પંજાબમાં સિદ્ધૂને કોંગ્રેસે પણ કરી ઓફર, અમરસિંહે કહ્યું- આવશે તો ફાયદો થશે

અમૃતસર: પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધૂએ ભાજપ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અટકળો વચ્ચે પંજાબ કોંગ્રેસન દિગ્ગજ નેતા અમરસિંહે તેમને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે જો નવજોત સિંહ સિદ્ધૂ કોંગ્રેસમાં આવે છે તો સારું થશે.

અમરસિંહે કહ્યું કે ‘સિદ્ધૂની ફેમિલીના લોકો જૂના કોંગ્રેસી છે. કોંગ્રેસ મોટી પાર્ટી છે, તેમાં જેને આવવું હોય તે આવી શકે છે પરંતુ આવવું ન આવવું નવજોત સિંહ સિદ્ધૂ પર નિર્ભર કરે છે.

પાર્ટીમાં જોડાતા નવજોત સિંહ સિદ્ધૂને ડેપ્યૂટી સીએમનું પદ આપવાના મુદ્દે તેમણે કહ્યું કે હાલમાં તે સવાલ ઉદભવતો જ નથી. નવજોત સિંહ સિદ્ધૂ સાથે આ અંગે કોઇ વાત કે મુલાકાત થઇ નથી. તેમણે કહ્યું કે ‘આમ આદમી પાર્ટી તો 2 વર્ષ જૂની છે. અમારી પાર્ટી 130 વર્ષ જૂની છે. તો આવી વસ્તુઓની અમારી પર કોઇ અસર પડતી નથી પરંતુ કોંગ્રેસમાં જેટલા પણ લોકો આવશે તેમને આવવાનો ફાયદો થશે.’

You might also like