નવજોતસિંહ સિધ્ધુ કપિલ શર્માના શોમાં ભાગ લેશે કે નહી?

25માર્ચથી કોમેડી કિંગ કપિલ શર્મા દર્શકોને ફરીથી હસાવવા સોની ટીવી ઉપર પોતાના નવા “ફેમલી ટાઈમ વિથ કપિલ શર્મા” શો સાથે પરત ફરી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ નવજોતસિંહ સિધ્ધુ તેમના ‘શો’નો ભાગ બની શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિધ્ધુને આ ‘શો’માં જોઈ શકાય છે. જો તારીખોની સમસ્યાઓ ન થઇ તો, સિધ્ધુ ‘શો’ના કાસ્ટનો ભાગ પણ બનશે. અત્યારે કપિલની ટીમમાં તેના જૂના સાથીદારો કીકુ શારદા, અને ચંદન પ્રભાકરના હોવાના અહેવાલો છે, પરંતુ સુનિલ ગ્રોવરે પુષ્ટિ આપી છે કે, તે ‘શો’નો ભાગ નહીં બને.

બીજી બાજુ, અભિનેત્રી નેહા પેંડશે દ્વારા કપિલનો ‘શો’ હોસ્ટ કરવામાં આવે તેવા અહેવાલો છે, જે લાઇફ ઓકેના ‘શો’માં “મે આઈ કમ ઇન મેડમ” ‘શો’માં દેખાયા હતા. કોમેડી કિંગના ‘શો’માં પ્રથમ મહેમાન અજય દેવગણ તેમની ફિલ્મ ‘રેડ’ના પ્રમોશન માટે બનશે. તાજેતરમાં અજય દેવગણે ‘શો’ માટે એક પ્રમોશનલ વિડિયો કર્યો હતો, જેમાં કપિલ અભિનેતાને ‘શો’માં આવવા આમંત્રણ આપતા જોવા મળ્યા હતા.

કપિલ શર્મા 6 મહિનાના વિરામ બાદ ટીવી પર પાછા ફરી રહ્યા છે. બ્લડ પ્રેશરની સમસ્યા, ગુસ્સો અને ડિપ્રેશનને લીધે કપિલને તેના કોમેડી ‘શો’ ને બંધ કરવો પડ્યો હતો. વ્યસનમાંથી છુટકારો મેળવવા કપિલે બેંગલુરૂના એક પુનર્વસન કેન્દ્રની મદદ પણ લીધી હતી, ત્યારબાદ તેની બીજી ફિલ્મ ફિરંગી રિલીઝ થઇ જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી.

 

You might also like