સિદ્ધુની પત્ની બોલી, મેં નથી છોડ્યુ BJP

ચંદીગઢઃ લગભગ 12 વર્ષથી પંજાબમાં ઉપેક્ષાનો શિકાર બન્યા બાદ સોમવારે બીજેપી સાંસદ નવજોત સિંહ સિદ્ધુએ રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામુ આપી દીધું છે.  તેમની સાથે તેમની પત્ની નવજોત કોર સિદ્ધુએ પણ બીજેપી છોડ્યુ હોવાની અફવા સામે આવી છે. ત્યારે આજે ખૂદ નવજોત કોરે સામે આવીને કહ્યું છે કે તેમણે કોઇ જ રાજીનામુ આપ્યું નથી. પરંતુ બીજેપીએ સારા કામ પણ નથી કર્યા.

તેમણે કહ્યું કે સિદ્ધુએ રાજીનામુ આપવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પણ મેં બીજેપીમાંથી રાજીનામુ આપ્યું નથી. સિદ્ધુએ રાજીનામુ આપ્યું તે અંગે મને કોઇ જ માહિતી નથી. રાજનીતિ મારા માટે ક્યારે પણ વ્યવસાય નથી રહી. પંજાબની સેવા કરવી તે અમારૂ લક્ષ્ય હંમેશા રહેશે. આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ સ્વરૂપે છે. મારી દ્રષ્ટિએ સરકારે સારૂ કામ કર્યું નથી. અકાલી દળના સાથની જરૂર નથી. આમ આદમી પાર્ટી પંજાબમાં યોગ્ય મુદ્દાઓ પર કામ કરશે. અમારૂ લક્ષ્ય પંજાબીઓની સમસ્યા દૂર કરવાની અને પંજાબને બચાવવાની છે. અમે અવસરવાદી નથી. કેજરીવાલા કેટલાક કામ મને સારા લાગ્યા છે.

 

You might also like