આઠમાં નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Hનું પ્રક્ષેપણ નિષ્ફળ

નવી દિલ્હી : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને ગુરૂવારે મોટો ઝટકો લાગ્યો હતો. ભારતનાં આઠમાં નેવિગેશન સેટેલાઇ IRNSS-1Hનું લોન્ચિંગ નિષ્ફળ થઇ ગયું. 1425 કિલોગ્રામ વજનનાં સેટેલાઇને શ્રીહરિકોટા ખાતે સતીષ ધવન સ્પેસ સેન્ટરનાં બીજા લોન્ચ પેડથી PSLC-XLદ્વારા છોડવામાં આવ્યું હતું. ઇસરો ચેરમેન એ.એસ કિરણે મિશનનાં ફેલ થવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સેટેલાઇટ હીટ શીલ્ડથી અલગ નહોતુ થઇ શક્યું.

પહેલીવાર સેટેલાઇટનાં એસેમ્બલિંગ અને ટેસ્ટિંગમાં પ્રાઇવેટ સેક્ટર પણ સક્રિય રીતે સંકળાયું હતું. તે અગાઉ પ્રાઇવેટ સેક્ટરની ભુમિકા માત્ર સ્પેર પાર્ટનાં સપ્લાઇ સુધી જ સીમિત હતી. IRNSS-1H સેટેલાઇટને બનાવવામાં બેગ્લુરૂ બેઝ્ડ અલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીની આગેવાનીમાં પ્રાઇવેટ કંપનીઓનું 25 ટકા યોગદાન હતું.

અલ્ફા ડિઝાઇનનાં સીએમડી એચ.એસ શંકરે કહ્યું કે કન્સોર્શીઅમને IRNSS-1Hને બનાવવાનો ઓર્ડર મળ્યો અને તે અગાઉ પણ આ અંગે કામ કરી ચુક્યા છે. IRNSS-1Hની એપ્રીલ 2018માં લોન્ચિંગ હોવાનું હતું. સંયોગથી IRNSS-1Hનાં એક મહત્વનાં પાર્ટને વાઇડફિલ્ડમાં ઇસરોનાં નવા બનેલા સ્પેસ પાર્કમાં વિકસિત કરવામાં આવ્યું હતું.

શ્રીહરિકોટાથી નૌવહન સેટેલાઇટ આઇઆરએસએશએસ -1એચનાં પ્રક્ષેપણની ઉલ્ટી ગણત્રી ચાલુ થઇ ચુકી છે. ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠન (ઇસરો)નાં એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય ક્ષેત્રીય નૌવહન સેટેલાઇટ પ્રણાલી (IRNSS)નાં હિસ્સે, 1425 કિલોગ્રામ વજનનાં સેટેલાઇટને ધ્રુવીય સેટેલાઇટ પ્રક્ષેપણ યાન (પીએસએલવી)નું રોકેટ એક્સએલ અંતરિક્ષમાં જશે. જેને ગુરૂવારે સાંજે છોડવામાં આવ્યું હતું.

You might also like