જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે છે મા બ્રહ્મચારિણી

[:en] 

Our history has shown many types of worships during Navratri. In which Panchopachar, Podshopachar, Sarvopachar, Abhigaman, Updan, Yog, Swadhyay and Yagna are main. On the second day of Navratri Pachopachar of Brahmacharini has been sung very importantly. Brahmacharini mata’s grace is such divine that one wish to worship. She has two hands, one hand has Akshatmala and other has Kamandal. She is great in the form of the great Durga. She is always pleased with her devotees. On the second night of Navaratri the worship of Ma Brahmachari has been considered as giver of health and divinity. ‘Brahma’ means penance this goddess is Jyotirmay. The devotee on whom Ma Brahmacharini is pleased with, his life becomes eternal. Kamalmand in her left hand is ‘Amrutrup Jal’ (eternal water), devotee who has a drop of it his life becomes Amrutmayi. Aksatamalamam hang on her right hand spinning like Lakhacorasimam who ever worships this , his life automatically sets free from death and lives.

Prajapati Brahmaji is believed to offer ‘Akshtmala’. Prajapati Brahmaji has given her Kandmal. And with the blessings of only Brahmaji she has two legs and donation is also greatful to him. Her vehicle is swan. Swan is the symbol of life. Brahmacharini is the mother goddess of universe. Whoever worships Brahamacharini Ma on the second night of Navratri would not have to wonder for salvation.[:de]આપણાં શાસ્ત્રોમાં નવરાત્રિ દરમિયાન પૂજાના અનેક પ્રકારના દર્શાવાયા છે. જેમાં પંચોપચાર, ષોડ્શોપચાર, સર્વોપચાર, અભિગમન, ઉપદાન, યોગ, સ્વાધ્યાય અને યજ્ઞ મુખ્ય છે. માના નવરા્ત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પંચોપચાર પૂજાનું મહત્ત્વ ખૂબ ગવાયું છે. બ્રહ્મચારિણી માતાજીનું સ્વરૂપ દિવ્ય તથા જોતાં જ નમન કરવાનું મન થાય તેવું છે. તેમને બે હાથ છે. તેમના જમણા હાથમાં અક્ષતમાળા છે તથા ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. તેઓ દુર્ગાના સર્વ સ્વરૂપોમાં સર્વશ્રેષ્ઠ છે. તેઓ તેમના ભક્તો ઉપર સદૈવ પ્રસન્ન રહે છે. નવરાત્રિના બીજી નવલી નવરાત્રિએ મા બ્રહ્મચારિણીનું પૂજન અર્ચન આરોગ્ય તથા ઐશ્વર્ય આપનાર મનાય છે. ‘બ્રહ્મ’નો અર્થ થાય છે. તપ, તપસ્વિની આ દેવી જ્યોતિર્મય છે. મા બ્રહ્મચારિણી જે ભક્ત ઉપર પ્રસન્ન થાય છે. તેનું જીવન વાસનારહિત બની જાય છે. તેમના ડાબા હાથમાં રહેલ કમંડળમાં અમૃતરૂપી જળ છે, જે ભક્ત ઉપર તે જળના અમૃતબિંદુ પડે છે. તેનું શરીર તથા જીવન અમૃતમય બની જાય છે. તેમના જમણા હાથની અક્ષતમાળામાં મણકાની જેમ લખચોરાશીમાં ફરતો જીવ જ્યારે તેમના સ્વરૂપની પૂજા અર્ચના કરે છે. ત્યારે આપોઆપ માના કમંડળમાં રહેલ દિવ્ય જળ જે તે જીવ ઉપર પડતાં જે તે જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત બની જાય છે. મા બ્રહ્મચારિણી પૂર્વમાં રહે છે.

માને પ્રજાપતિ બ્રહ્માજીએ અક્ષતમાળા અર્થાત્ સ્ફટિકની માળા અર્પણ કરી છે. પ્રજાપતિ બ્રહ્માજીએ જ તેમને કમંડળ આપેલંુ છે. વળી બ્રહ્માજીનાં તેજથી જ તેમનેે બે પગ થયા તથા દાન પણ તેમને જ આભારી છે. તેમનું વાહન હંસ છે. હંસ જીવનનું પ્રતીક છે. મા બ્રહ્મચારિણી બ્રહ્માંડના અધિષ્ઠાત્રી દેવી છે. તેમના ચરણોમાં શત શત નમન. જે મનુષ્ય નવરાત્રિની બીજી રાત્રિ દરમિયાન મા બ્રહ્મચારિણીને શ્રદ્ધાથી ભજે છે જે જન્મ મરણના ફેરામાંથી બહુ જલદી મુક્તિ મેળવે છે. તેને લખ ચોરાશીની ભવાટવિમાં ભટકવું પડતું નથી.

 [:]

You might also like