તમને ખબર છે અહીં છે ગુલાબી નદી, જાણો કેમ અને ક્યારે બને છે નદીનું પાણી ગુલાબી

તમે લોકોએ ગુલાબી સવાર અને ગુલાબી સાંજ તો જોઇ હશે તેમજ ટામટો સોસ પણ ખાધો હશે તેમજ ગુલાબી નગરી જયપુર પણ જોઇ હશે. પરંતુ શું તમે ક્યારેય ગુલાબી નદી જોઇ છે. તો અમે આજે તમને એવી નદી વિશે વાત કરીશું કે જ્યાં તમને ન્હાવાનો કંઇક અનેરો જ આનંદ મળશે. આ નદીનું પાણી ભારે વરસાદમાં તેનો રંગ એકાએક જ બદલાઇ જાય છે. જ્યારે આ નદી વરસાદમાં અચાનક રંગ બદલી નાખે છે ત્યારે એવો અહેસાસ થાય છે કે જાણે કોઇ જાદુઇ ઘટના થઇ હોય. કેનેડાનાં કૈમરોન વૉટરફોલથી નિકળવાવાળા પ્રવાહમાં અનેક રંગો જોવાં મળે છે. બાકીનાં દિવસોમાં આ નદીનું પાણી એમને એમ જ હોય છે.

આ કોઇ ફોટોશોપની કમાલ નથી પરંતુ હકીકતમાં અહીં નદીનાં પાણીનો રંગ વરસાદ સમયે ગુલાબી થઇ જાય છે. અને જો એમાંય વરસાદનો પ્રવાહ વધી જાય તો તો આ નદીનો રંગ લાલ પણ બની જાય છે. કેમ કે આનું મુખ્ય કારણ એ છે કે જ્યારે વરસાદમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો જાય છે ત્યારે તેમાં એગ્રોલાઇટ નામનાં એક પદાર્થનું મિશ્રણ તેમાં થાય છે કે જે નદીનાં પાણીનો રંગ બદલી નાંખે છે. આ રંગનું પરિવર્તન માત્ર થોડીક મિનીટો સુધી જ રહે છે. પછી ફરીથી તે પોતાનાં ઓરીજીનલ રંગમાં જ આવી જાય છે.

કૈમેરોન વૉટરફોલ કેનેડામાં અલ્બર્ટા વેસ્ટર્ન લેક નેશનલ પાર્કમાં આવેલ છે. આ વૉટરફોલનાં પાણીની રંગ બદલવાની આ ખાસિયત જ પ્રવાસીઓ માટે ફોટોગ્રાફ્સને લઇ પહેલી પસંદ હોય છે. ફોટોગ્રાફર્સનાં અનુભવને આધારે જોઇએ તો નદીનાં પાણીનું આ રીતે બદલાવું એ એક સુખદ અનુભવ છે. આથી જો તમે ફોટોગ્રાફસનાં શોખીન છો તો કૈમેરોન વૉટરફોલ તમારા લિસ્ટમાં અચૂક હોવો જોઇએ.

You might also like