૧ એપ્રિલથી કુદરતી ગેસના ભાવમાં આઠ ટકાનો વધારો

નવી દિલ્હીઃ તા. ૧ એપ્રિલથી દેશમાં કુદરતી (નેચરલ) ગેસના ભાવમાં આઠ ટકા સુધીનો વધારો થઇ શકે છે. તેના પગલે સીએનજી અને વીજળીના દરોમાં પણ વધારો થશે. ગેસની કિંમતમાં બે વર્ષમાં પ્રથમ વખત વધારો થશે. તેનું કારણ એ છે કે અમેરિકા સહિત કેટલાય આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેસના ભાવ વધી ગયા છે.

વૈશ્વિક બજારોમાં કિંમતને ધ્યાનમાં રાખીને દર છ મહિને કુદરતી ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. કુદરતી ગેસનો ઉપયોગ સીએનજી, વીજળી, ખાતર અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદનમાં થાય છે. કુદરતી ગેસના મૂલ્યને વધારીને પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) ર.૭ ડોલર થઇ શકે છે. આ વધારવામાં આવનાર કિંમત સપ્ટેમ્બર ર૦૧૭ સુધી અમલમાં રહેશે. હાલ કુદરતી ગેસનું મૂલ્ય ર.પ ડોલર પ્રતિ એમએમબીટીયુ છે. ત્યાર બાદ ચાલુ નાણાંકીય વર્ષના આગામી છ મહિના માટે ગેસની કિંમત વધીને ૩.૧ ડોલર પ્રતિ એમએમબીટીયુ થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like