ધરપકડના ડરથી ઝાકિર નાઇક પિતાની અંતિમ ક્રિયામાં ના રહ્યો હાજર

મુંબઇ: ઝાકિર નાઇક કહે છે કે એના ભાષણોમાં એવું કંઇ નથી જે આંતકીઓની ગતિવિધિઓને પ્રેરણા આપે. પરંતુ એ ધરપકડ થવાના ડરથી ભારત આવવાનું ટાળે છે. ઝાકિર નાઇક પોતાના પિતા ડો અબ્દુલ કરીમ નાઇકની અંતિમ ક્રિયા માટે હાજરી આપી નહી.

ઝાકિસ નાઇક હાલમાં મલેશિયામાં છે પરંતુ એને એ ડર લાગી રહ્યો છે કે તે ભારત આવશે તો તપાસ એજન્સી એની ધરપકડ કરી લેશે. ઝાકિરનું ભારત ન આવવાના સંબંધમાં એની સંસ્થાથી જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ઝાકિરને તેના પિતાની સ્વાસ્થ્ય માટે જાણકારી નહતી. આ બધું એટલું જલ્દી થયું કે ઝાકિરનું ભારત આવવાનું શક્ય નહતું.

ડો ઝાકિસ નાઇક વિરુદ્ધ હાલમાં કોઇ કેસ દાખલ થયો નથી, પરંતુ એ વાતની જાણકારી સામે આવી રહી છે કે કેન્દ્ર સરકારે એમના સંગઠન ઇસ્લામિર રિસર્ચ ફાઉન્ડેશનને ગેરકાયદે સંગઠન જાહેર કરવા પર વિચાર કરી રહી છે. નાઇકની સંસ્થા પર પ્રતિબંધ લગાવવા માટે તેમના ઉત્તેજક ભાષણો, અને તેમના વિરુદ્ધ કેટલીક અપરાધિક બાબતો આધાર બનાવવામાં આવી છે.

ઝાકિરના પિતા અબ્દુલ કરીમ નાઇકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. તઓ વ્યવસાયથી ડોક્ટર હતાં. હૃદય રોગનો હુમલો થવાના કારણે મઝગામની પ્રનિસ અલી ખઆન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. 88 વર્ષની ઉંમરે તેમનું રવિવારે નિધન થયું.

You might also like