નેશનલ વુમન પોલિસીમાં મહિલાઓને ITમાં રાહત મળશે

ભોપાલ: કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની સમાપ્તિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોકરિયાત મહિલાઓને વધુ ફાયદો કરાવી શકે છે. ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા નવી નેશનલ વુમન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને આ ડ્રાફ્ટ કેન્દ્ર સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં મહિલાઓને ઈન્કમટેક્સમાં રાહત આપવાની પણ જોગવાઈ છે. કેન્દ્ર સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સુષમા સ્વરાજનાં વડપણ હેઠળના ગ્રૂપ ઓફ મિનિસ્ટરે મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા નીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહ સરકારે મહિલાઓને ઈન્કમટેક્સમાં રૂ. ૫૦,૦૦૦ની વધારાની છૂટ આપી હતી, પરંતુ યુપીએ સરકારે પોતાના કાર્યકાળના છેલ્લા વર્ષમાં આ છૂટ પાછી ખેંચી લીધી હતી. ગ્રૂપ ઓફ મિનિસ્ટરે સગર્ભા મહિલાઓને કેશલેસ મેડિકલ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે હેલ્થ કાર્ડ તૈયાર કરવાની પણ ભલામણ કરી છે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાની પણ દરખાસ્ત છે. નવી પોલિસીની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી બાદ કરવામાં આવશે.

ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની ભલામણો
• મહિલા ઉદ્યોગપતિને સ્ટાર્ટઅપ માટે કર રાહતો આપવી.
• કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ ફંડ અને ઓછા દરે લોનની સુવિધા આપવી.
• વિધવા અને વયોવૃદ્ધ મહિલાઓને રાહતો આપવી.
• યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓને ફ્રી મેડિકલ સારવાર, કાનૂની મદદ અને કાઉન્સેલિંગ સુવિધા આપવી
http://sambhaavnews.com/

You might also like