મુંબઇ એરપોર્ટ પર ટેબલ ટેનિસનો રાષ્ટ્રીય ખેલાડી ડ્રગ્સ સાથે ઝડપાયો

મુંબઇ: રાષ્ટ્રીય સ્તરનાે ટેબલ ટેનિસ ખેલાડી લલરીન પુવા રૂ.૬૦ લાખની કિંમતના ડ્રગ સાથે મુંબઇ એરપોર્ટ પર ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ છે. તેની ધરપકડ પર મિઝોરમ ટેબલ ટેનિસ એસોસિએશને તે સ્મગલિંગ રેકેટનો ભોગ બન્યો હોવાનું જણાવ્યુું છે.

નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ તેણે દિલ્હીમાં નાઇજિરિયાને એક ગંેગને પહોંચાડવાનું હતું. મિઝોરમ ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપાધ્યક્ષે લલરીન પુવાને ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે રોલ મોડલ હોવાનું જણાવ્યું હતું. તેમણે તેનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તેની ધરપકડ પાછળ કોઇ મોટા રેકેટનો હાથ છે. તેમણે એસોસિએશન તરફથી એવી ખાતરી આપી હતી કે આ યુવા ખેલાડી નિર્દોષ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લલરીન પુવા અને એક અન્ય ખેલાડી મોઝામ્બિકથી મુંબઇ આવી રહ્યા હતા ત્યારે કોઇ આફ્રિકન સાથીએ તેમને બે પાર્સલ લઇ જવા કહ્યું હતું. બંને જ્યારે બુધવારે સવારે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે લલરીન પુવાના પાર્સલમાં દિલ્હીમાં પ્રતિબંધિત એવાં મેથાકુલોન નામનું ડ્રગ હતું.

અધિકારીઓએ જ્યાં લલરીન પુવા જ્યાં અભ્યાસ કરે છે તે અંશુલ ગર્ગ એકેડેમીની તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કોઇ વાંધાજનક સામગ્રી હાથ લાગી નથી. ૧૯ વર્ષીય લલરીન પુવા ૧૯૯પમાં જુનિયર અને યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી ચૂકયો છે.

You might also like