કાશ્મીર પર પાકિસ્તાને વાત કરવાની વ્યક્ત કરી ઇચ્છા

નવી દિલ્હી: પાકિસ્તાની પીએમ નવાઝ શરીફના સલાહકાર સરતાજ અજીજે કહ્યું કે તે ભારતની સાથે કાશ્મીરને લઇને વિશેષ વાર્તા કરવા ઇચ્છે છે જેના માટે તેઓ ભારતને જલ્દીથી પત્ર લખશે.

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં ચાલુ રહેલા હિંસા માટે કાલે સંસદમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે આ માટે સીધી રીતે પાકિસ્તાનને જવાબદાર ગણાવતા બે ટૂંકા શબ્દોમાં કહ્યું હતું કે દુનિયાની કોઇ તાકાત જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે હવે પાડોશી દેશો સાથે જમ્મમુ કાશ્મીરના મુદ્દા પર નહીં, ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર વાતચીત કરવામાં આવશે.

You might also like