રિઝર્વ બેન્કના કર્મચારીઓ 19 નવેમ્બરથી સામુહિક રજા પર જશે

નવી દિલ્હી: રિઝર્વ બેન્કના કર્મચારીઓએ 19 નવેમ્બરે એક દિવસની સામુહિક રજા પર જવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓનું એવું માનવું છે કે, સરકાર કેન્દ્રીય બેન્કના કાર્યો પર અંકુશ લગાવવા માટે તેમજ મૌદ્રિક નીતિમાં હસ્તક્ષેપ કરવા માટેની વિચારણા કરી રહી છે તેવું લાગી રહ્યું છે. જેનો વિરોધ કરતાં તેમણે સામુહિક હડતાળ પર જવાનું નક્કી કરી લીધું છે.
અખિલ ભારતીય રિઝર્વ બેન્કન કર્મચારી એસોસિએશનના મહાસચિવ સમીર ઘોષે કહ્યું કે, રિઝર્વ બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓની ચાર માન્યતા પ્રાપ્ત યુનિયનોના સંયુક્ત મંચ યુનાઇટેડ ફોરમ ઓફ રિઝર્વ બેન્ક ઓફિસર્સ એન્ડ એપ્લોયઝે 19 નવેમ્બરે સામુહિક રજા પર જવાનો નિર્ણય કર્યો છે. જેમાં 17 હજાર જેટલા કર્મચારીઓ ભાગ લેશે.

ઘોષે કહ્યું હતું કે, મૌદ્રિક નીતિ સમિતિની પ્રસ્તાવિત વ્યવસ્થાની સાથે સરકાર રિઝર્વ બેન્કના કામકાજમાં હસ્તક્ષેપ અને મૌદ્રિક નીતિનો નિર્ણય જાતે કરવાની યોજના બનાવી રહી છે.
યુનાઇટેડ ફોરમને અનુસાર કર્મચારી સંગઠને પોતાના પેન્શનમાં સુધારો કરવાની માગ પણ ઉઠાવી છે.

You might also like