બેન્કમાં ખાતું ખોલવા માટે આધાર જરૂરીઃ RBIનો નવો નિયમ..

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોમાં ખાતાં ખોલવાં માટે આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે. જોકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે.

આરબીઆઈએ જણાવ્યું છે કે હવે આધાર કાર્ડ વગર બેન્કમાં કોઈ પણ ખાતું ખોલી શકાશે નહીં. નવા ગ્રાહકોને કેવાયસી તરીકે આધાર નંબર, પાન નંબર અથવા તો ફોર્મ-૬૦ આપવું પડશે.

આરબીઆઈએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે જૂન ૨૦૧૭માં પીએમએલએ કાયદામાં સુધારો કર્યો છે જેમાં આધાર કાર્ડ અને નંબરને તમામ નાણાકીય ખાતાઓ માટે ફરિયાદ કરવામાં આવ્યો હતો.

આરબીઆઈએ નવી ગાઈડલાઈન જારી કરીઃ જૂનાં ખાતાંઓને પણ લાગુ પડશે

ગયા મહિને સુપ્રીમ કોર્ટે આધારને તમામ પ્રકારનાં ખાતાં, ઈન્કમટેક્સ રિટર્ન અે મોબાઈલ નંબરને ૩૧ માર્ચ સુધીમાં લિંક કરવાના સરકારના નિર્ણયને રદ કર્યો હતો. ત્યાર બાદ તેમને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા અચોક્કસ મુદત માટે લંબાવવામાં આવી હતી.

You might also like