સેલ્ફી લેવા જતાં પગ લપસતાં નેશનલ એથ્લેટીક પૂજા કુમારીનું મોત

નવી દિલ્હી : સ્ટીપલ ચેજની ખેલાડી પૂજા કુમારી માટે સેલ્ફી મોતનું કારણ બન્યું છે. ભોપાલમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં સેલ્ફી લેવા જતા પગનું બેલેન્સ ગુમાવાથી ફિશ હાર્વેસ્ટિંગ પ્લાન્ટમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

પૂજા કુમારી પોતાના બે ખેલાડી મિત્રો સાથે સાઇ કેમ્પસમાં બનેલા ફિશ હારવેસ્ટિંગ પ્લાન્ટ પાસે ઉભી રહીને સેલ્ફી લઇ રહી હતી. પરંતુ અચાનક તેણીએ બેલેન્સ ગુમાવતાં પાણીમાં લપસીને પડી હતી. એડિશનલ એસપી જોન-1 રાજેશ ચંદેલના અનુસાર પૂજા છેલ્લા ત્રણ મહિનાથી સાઇ કેમ્પસ રાતીબડમાં સ્ટીપલ ચેજની ટ્રેનિંગ લઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે પૂજા કુમારીએ ગત વર્ષે નેશનલ ચેમ્પિયનશીપમાં 200 મીટર સ્ટીપલ દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

You might also like