નેશનલ કબડ્ડી પ્લેયરની પત્નીની આત્મહત્યા : પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી : રાષ્ટ્રીય કબડ્ડી પ્લેયર રોહિત ચિલ્લરની પત્નીએ ગળે ફાંસોખાઇને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સોમવારે સાંજે 27 વર્ષીય લલિતાની લાશ તેના રૂમમાંથી લટકી હાલતમાં મળી આવી હતી. લલિતાએ આત્મહત્યા હત્યા કરતા પહેલા સુસાઇડ નોટમાં પતિ અને સાસરીનાં અન્ય સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

રોહિત પર લલિતાએ માનસિક ત્રાસનાં આરોપો લગાવ્યા હતા.તેણે લખ્યું કે રોહિતે મને ખુબ પરેશાન કરી છે, મને ખુબ દુખ આપ્યું છે. મને ખુબ રડાવી છે. મને કહેતો હતે કે મારી ખુશી માટે હું તેના જીવનમાંથી નિકળી જઉ. જ્યારે લલિતાનાં પરિવારનો પણ આરોપ છે કે રોહિત તેને માર મારતો હોવાની તેણે ઘરે ફરિયાદ કરી હતી.

અત્રે નોંધનીય છે કે રોહિત કબડ્ડીનો ગઢ તેવા દિલ્હીનાં નિઝામપુરા ગામનો છે. રોહિતનાં લગ્ન આ વર્ષે જ માર્ચ મહિનામાં થયા હતા. લલિતાનાં અનુસાર તેનો પતિ તથા સાસરીના અન્ય લોકો તેની સાથે મારપીટ કરતા હતા. જો કે હાલ કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી. જજ સમક્ષ નિવેદન નોંધાયા બાદ જ કોઇ કાર્યવાહી આગળ વધારાશે તેમ જણાવાયું હતું.

યુવતીનાં પિતા કર્ણસિંહનો દાવો છે કે, ત્રણેય પુત્રીના લગ્ન ધુમધામથી કર્યા હતા. રોહિત અને લલિતાના પ્રેમ લગ્ન હતા. જો કે લગ્ન બાદ લલિતાને પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. રોહિતે એકવાર લલિતાને ઘર બહાર પણ કાઢી મુકી હતી. જ્યારે લલિતાના અન્ય એક સગાનો આરોપ છે કે લલિત અન્ય યુવતીઓ સાથે કલાકો સુધી ઓનલાઇન ચેટિંગ કર્યા કરતો હતો.

You might also like