રોજબરોજ કેમ બદલાતા રહે છે પેટ્રોલ-ડિઝલના ભાવ? જાણો તેનું કારણ…

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારો થવાથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ મંત્રીની આવી દલીલ યોગ્ય છે, પરંતુ  જૂન 2014 બાદ ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ સહેજ ઘટ્યો નથી. કારણ કે, બજાર સાથે ભાવ જોડાયેલા હોવા છતાં પણ સરકારે સતત એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે. અહીં તમને ખબર હોવી જોઈએ કે ક્રૂડની કિંમત 1 જુલાઇ 2017થી અત્યાર સુધી 47 ટકા વધી છે.

પેટ્રોલમાંની કિંમત વધવા પાછળ  કેન્દ્ર સરકારની ‘એક્સાઇઝ ડ્યુટી’ અને રાજ્ય સરકારોની ‘વૈટ ડયુટી’ સાથે મળી પ્રતિ લીટર 48.5 ટકા ટેક્સ પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડીઝલ પર ‘એક્સાઇઝ’ અને ‘વેટ’ મળીને પ્રતિ લિટર 38.9 ટકા ટેક્સ છે.

કેટલા વધશે પેટ્રોલ ડીઝલના ભાવ ?
ભારત પોતાની જરૂરિયાત માટે સંપૂર્ણ રીતે પેટ્રોલ- ડીઝલનું આયાત કરે છે. 2013-14 માં ભારતની 77.3 ટકા જરૂરિયાત ક્રૂડ આયાતથી થતી હતી, જે 2016-17માં વધીને 81.7 ટકા થઈ છે.

હવે ક્રૂડના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયના એક વિભાગમાં પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ મુજબ અનુમાન છે કે, 2017-18માં ભારતનું ક્રૂડ આયાત બિલ 81 અબજ ડોલર છે.

આવી રીતે નક્કી થાય છે પેટ્રોલના ભાવ:
તેલ કંપનીઓ 30.42માં એક લીટર પેટ્રોલ  તૈયાર કરે છે. તૈયાર થયા બાદ 3.24 ડીલરનું કમિશન જોડાય છે, ત્યારબાદ પેટ્રોલની કિંમત 33.66 થઇ જાય છે. આ ઉપરાંત કેદ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલની કિંમત પર ટેક્સ લગાવે છે.

આવી રીતે નક્કી થાય છે ડીઝલના ભાવ:
1 લીટર ડીઝલ તૈયાર કરવા પાછળ 29.98 નો ખર્ચ થાય છે. પ્રતિ લીટર ડીઝલ પર 3 ડીલર કમિશન જોડાય છે, અને તેની કિંમત પર કેદ્ર અને રાજ્ય સરકાર ટેક્સ લગાવે છે.

સવાલ દાનતનો છે !  
2014માં ડીઝલ પર 3.56 રૂપિયા જયારે 2017માં ડીઝલ પર 17.33 રૂપિયા એકસાઈઝ ડ્યુટી થઇ.
2014માં પેટ્રોલ પર 9.48 રૂપિયા જયારે  2017માં પેટ્રોલ પર 21.48 રૂપિયા એકસાઈઝ ડ્યુટી  થઇ.

2013-14માં સરકારની કમાણી 77,982 કરોડ રૂપિયા થઇ જયારે 2016-17માં કમાણી વધીને 2.42 લાખ કરોડ થઈ.

You might also like