નેશનલ હેરાલ્ડ મામલામાં જેટલીનો હાથઃ સિબ્બલ

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ મામલાને રાજકીય કાવતરું ગણાવીને કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રખર ધારાસસ્ત્રી કપિલ સિબ્બલે એવો આરોપ મુકયો છે કે આ સમગ્ર પ્રકરણ પાછળ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનો હાથ છે. કોંગ્રેસને નોટિસ આપવાનો આદેશ અણ જેટલીએ આપ્યો હતો તેવો આરોપ પણ કપિલ સિબ્બલે મૂકયો હતો અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કપિલ સિબ્બલે એવી ચોખવટ કરી છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર તરફથી કોઈ પ્રકારની ચાલાકી કરવામાં આવી નથી અને આ આરોપ તદ્દન પાયા વગરના છે. એક ટીવી કાર્યક્રમમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે અરુણ જેટલી પોતાના બ્લોગ અને ફેસબુક પર એવા વિધાનો મૂકે છે કે આવકવેરા અધિનિયમ હેઠળ આ બાબત એક અપરાધ છે.

તેઓ દેશના નાણામંત્રી છે તો શું એમણે આવી રીતે ખુલ્લા પ્લેટફોર્મ પર આવા નિવેદન આપવા જોઈએ તેવો પ્રશ્ર્ન સિબ્બલે કર્યો હતો. વાસ્તવમાં જેટલી આવકવેરા વિભાગને યાદી આપી રહ્યા હતાં કે તમારે ગાંધી પરિવારને નોટિસ આપવાની છે. સિબ્બલે કહ્યું કે સંસદમાં ગતિરોધ પેદા કરવા પાછળ નેશનલ હેરલ્ડનો કેસ જવાબદાર નથી અને ભાજપનો આ આરોપ પણ પાયા વગરનો છે.

You might also like