મોદી સરકારની સ્વાસ્થ્ય નીતિમાં થશે ફ્રી સારવાર, આવા લાભ મળશે લોકોને

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ અમલમાં મૂકી દીધી છે. આ નીતિ અંતર્ગત સરકારી હોસ્પિટલમાં દવા અને તપાસ ફ્રીમાં થશે. પ્રતિ હજાર લોકોની હોસ્પિટલમાં બે બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સ્વાસ્થ્ય નીતિ અંતર્ગત સરકારને ટ્રિબ્યુનલ યોજવાનો અધિકાર છે. જ્યાં ઇલાજ અને સ્વાસ્થ્ય સુવિધાઓથી અસંતુષ્ટ દર્દીની ફરિયાદ સાંભળવામાં આવશે. સરકાર તમામ માટે ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ બનાવવાની વ્યવસ્થા રાખશે. નવી નીતિ અંતર્ગત સરકાર જીડીપીનો 2.5 ટકા હિસ્સો સ્વાસ્થ્ય સુવિધાઓ પર ખર્ચ કરશે. સાથે જ યોગને સ્કૂલો અને કાર્યસ્થળો પર કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવશે. સરકાર અત્યાર સુધી સ્વાસ્થ્ય સુવિધા પર જીડીપીના 1.5 ટકા ખર્ચ કરતી હતી.

કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા બુધવારે મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ અંતર્ગત ભારતીયોની ઉંમર 67.5થી વધારીને 70 વર્ષ કરવામાં આવશે. સાથે જ તમામ સરકારી હોસ્પિટલમાં દવા અને તપાસ ફ્રીમાં કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભામાં સ્વાસ્થ્ય નીતિ પર સરકારનું વલણ રજૂ કરવા સાથે સ્વાસ્થ્ય મંત્રી પી નડ્ડાએ કહ્યું કે આ નવી યોજના દ્વારા તે લોકોને સ્વાસ્થ્ય સેવા પહોંચાડવામાં આવશે.જેમની સુધી તે યોગ્ય રીતે પહોંચતી નથી. સ્વાસ્થ્ય નીતિમાં 2025 સુધી પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં મૃત્યુ દર 23 સીમિત કરવાનો ઇરાદો છે. સાથે 2020 સુધી માતૃ મૃત્યુ દર શૂન્ય કરવાનો છે. આ યોજના અંતર્ગત બિમારીઓને રોકવા માટે હેલ્થકેર અને ઉપાયોને પ્રોત્સાહન આપવા સાથે સ્વાસ્થ્ય સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે. બીમારોના ઇલાજ ઉપરાંત સ્વસ્થ રહેવા માટે કાર્યક્રમો પર ફોક્સ કરવામાં આવશે. સ્વાસ્થ્ય સુવિધાઓ માટે લોકોને કોઇ પણ આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like