હવામાં ટોઈટેલ ટેન્ક ખાલી કરનાર એરલાઈન્સ હવે દંડ ભરવા તૈયાર રહે

નવી દિલ્હી: પ્લેનની પોટીની ટાંકી હવામાં ખોલીને લોકોનાં રહેઠાણો અને હાઉસિંગ સોસાયટીઅો ગંદી કરવા બદલ હવે એરલાઈન્સે દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે. ગઈ કાલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે હવામાં ટોઈલેટ ટેન્ક ખાલી કરનારી એરલાઈનને ૫૦,૦૦૦ રૂપિયા દંડ ભરવાનો અાદેશ અાપ્યો છે.

અા ઉપરાંત એન્વાયર્મેન્ટ કોમ્પેન્સેશન રૂપે ૫૦,૦૦૦ રૂપિયા દંડ ભરવાનો સર્ક્યુલર એરલાઈન્સને મોકલવાની સૂચના ડિરેક્ટરેટ જનરલ અોફ સિવિલ એવિઅેશનને અાપી છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક રહેતા એક નિવૃત્ત લશ્કરી અધિકારીઅે ફરિયાદ કરી હતી કે અેરપોર્ટની અાસપાસના રહેણાક વિસ્તારોમાં રોજરોજ પ્લેનમાંથી ટોઈલેટ ટેન્ક ખાલી કરાય છે. તેમના ઘર પર રોજ સવારે પોટીનો વરસાદ થયો હોવાની ફરિયાદોને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ખૂબ જ ગંભીરતાથી લીધી. ટ્રિબ્યૂનલે અા અધિકારીની અરજીનો નિકાલ કર્યો અને એરલાઈન્સને ટોઈલેટ ટેન્ક ખાલી કરવા બાબતે અનેક સૂચનો પણ કર્યાં.

લેન્ડિંગ વખતે હવામાં અથવા ઇન્દિરા ગાંધી એરપોર્ટ અાસપાસ ટોઈલેટ ટેન્ક ખાલી નહીં કરવાના એરલાઈન્સને અાદેશ પણ અપાયા છે. લેન્ડિંગ પહેલાં ટાંકી ખાલી કરવામાં અાવી છે કે નહિ તેની તપાસ માટે પ્લેન એરપોર્ટ પર ઊતર્યા પછી સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન પણ કરાશે. સામાન્ય રીતે ટાંકીઅોમાંના કચરાના નિકાલ માટે પ્લેનના લેન્ડિંગ બાદ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ મદદ કરે છે, પરંતુ કેટલાક કિસ્સામાં ટોઈલેટ ટેન્ક લીક થતી હોવાની પણ ફરિયાદ હોય છે.
http://sambhaavnews.com/

You might also like