ટ્રંપના રાષ્ટ્રપતિ બનવા પર ભારતને થશે આ ફાયદા

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રંપ પ્રમુખ બનશે તો તેના ફાયદા નુકસાનની ચર્ચા અમેરિકનો કરી રહ્યા છે પરંતુ તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે તો ભારતને એક ફાયદો થશે. વાત એવી છે કે, ડોનાલ્ડ ટ્રંપે ભારતના પુણે અને ગુડગાંવમાં રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે.

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે ભારતના પુણે અને ગુડગાંવમાં રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. તેને જોતા તે વાતની શક્યતાઓ જોવાઈ રહી છે કે, જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેની અસર અમેરિકાની વિદેશનીતિ પર પણ પડશે. અમેરિકાના સ્ખ્બાર ન્યુઝવિકે તેના રીપોર્ટમાં આ વાત કરી છે. એક કન્વેન્શનમાં પણ રિપબ્લિકન પાર્ટીએ જાહેરાત કરી હતી કે, તે સત્તામાં આવશે તો દક્ષિણ એશિયાના દેશો પર ખાસ ધ્યાન આપશે.

મેગેઝીને તેના રીપોર્ટમાં સવાલ ઉઠાવ્યો છે કે, પ્રેસિડેન્ટ બન્યા બાદ જો ટ્રંપ ભારતને લઈને કડક વલણ અપનાવશે તો શું મહારાષ્ટ્ર સરકાર તેમના પ્રોજેક્ટ્સને આગળ વધવા દેશે અને શું ટ્રંપના પુણેના પાર્ટનરો વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પૂરી થશે ? જો ટ્રંપ પાકિસ્તાનને લઈને કડક વલણ દાખવશે તો શું તે અમેરિકાના સ્ટ્રેટેજીક ઇન્ટરેસ્ટ વિરુદ્ધ નહી હોય ? કે પછી ટ્રંપ ભારતના તે સરકારી અધિકારીઓને ખુશ કરવામાંગશે જેના કારણે પુણેમાં ટ્રંપ ટાવરમાં તેમનો વ્યવસાય જોખમમાં જઈ શકે છે.

ટ્રંપના પુણે અને ગુડગાંવમાં થયેલા રોકાણના કારણે ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓને તેમના પરિવાર સાથે નજીકના સબંધો છે.

૨૦૧૧ માં ભારતના પ્રોપર્ટી ડેવલપર રોહન લાઈફસ્કેપ્સ સાથે એક એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો, જેમાં ૬૫ માળની ઈમારતના નિર્માણના કરાર કરવામાં આવ્યા છે.

ન્યુમોનિયાથી બીમાર થયેલા હિલેરી ક્લીન્ટનના ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્ય સબંધી નવી સૂચનાઓ આપીને જણાવ્યું છે કે, તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને રાષ્ટ્રપતિના રૂપે સેવાઓ આપવા માટે તૈયાર છે. હિલેરીના બિમાર પડવાનો ફાયદો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપને મળ્યો છે. તેઓ હિલેરી ક્લિન્ટનથી ૫ ટકા આગળ નીકળી ગયા છે.

You might also like