નેશનલ ડોક્ટર્સ ડેઃ થોડું ધ્યાન રાખો અને હંમેશાં હેલ્ધી રહો

નવી દિલ્હી: ૧ જુલાઈ ૧૮૮૨ના રોજ જન્મેલા અને ૧ જુલાઈ ૧૯૫૨ના દિવસે અંતિમ શ્વાસ લેનાર વિખ્યાત ફિઝિશિયન અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન સ્વ. ડો. વિધાનચંદ્ર રોયની યાદમાં દેશમાં દર વર્ષે ૧ જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે ઊજવવામાં અાવે છે. અા અવસરે થોડી નાની નાની પરંતુ જરૂરી બાબતોનો ખ્યાલ રાખવાથી તમે હેલ્ધી રહેશો અને વારંવાર ડોક્ટર પાસે પણ જવું નહીં પડે.

કેલ્શિયમ અને અાયર્ન જરૂરી
શરીર માટે કેલ્શિયમ અને અાયર્ન સૌથી જરૂરી હોય છે. શરીરને હેલ્ધી બનાવવામાં તેની ખાસ ભૂમિકા હોય છે. જો શરીરમાં અા બે તત્ત્વો ઘટી જાય તો તમને હરવા-ફરવામાં સમસ્યા અાવી શકે છે. ડોક્ટર્સ પણ સલાહ અાપે છે કે કેલ્શિયમ અને અાયર્નથી ભરપૂર વસ્તુઅો ખોરાકમાં સામેલ કરો.

અાયર્ન તમને પાલક, મેથી અને બીજા ગ્રીન શાકભાજીમાંથી મળશે. કોબીમાં એન્ટી અોક્સિડન્ટ વિટામિન, ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેની સાથે સાથે તે અાયર્ન વિપુલ સ્ત્રોત છે. અા શાકભાજીનું સેવન સલાડના રૂપમાં કરવું જોઈઅે. કેલ્શિયમની ઉણપના કારણે હાડકાં કમજોર પડે છે અને ન્યૂરો સિસ્ટમ પણ ખોરવાઈ જાય છે. શરીરનાં કેટલાંક અંગો કામ કરવાનું બંધ કરી દે છે. કેલ્શિયમ શરીરમાં ત્યારે જ ડાયજેસ્ટ થઈ શકે છે જ્યારે વિટામિન ડીનું લેવલ યોગ્ય હોય. વિટામિન ડી અોછું હોય તો કેલ્શિયમ શરીરમાં જઈ શકતું નથી અને હાડકાં નબળાં પડે છે. તેથી શરીરમાં વિટામિન ડી જાળવી રાખવું જરૂરી છે.

હિમોગ્લોબિન
હિમોગ્લોબિન અાપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની કમીથી અાપણા શરીરને ઘણી બધી મુશ્કેલીઅો પડે છે. શરીરમાં અોક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. લોહીમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઘટી જાય છે. સાથે સાથે એનિમિયાની બીમારી પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે શરીરમાં હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે. ભોજનમાં દાડમ ખાવાથી શરીરમાં ક્યારેય હિમોગ્લોબિન ઘટતું નથી. સાથે સાથે સફરજન, જામફળ જેવાં ફ્રૂટ પણ ખાવાથી હિમોગ્લોબિન લેવલ વધે છે. સાથે સાથે રોજ તુલસી ખાવાથી અાપણા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધે છે.

વિટામિન ડી
વિટામિન ડી શરીરનાં હાડકાં, મસલ્સ અને લિગામેન્ટ્સની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે. શરીરની ઇમ્યુનિટી વધારવા માટે નર્સ અને મસલ્સના કોર્ડિનેશનના કન્ટ્રોલ માટે સોજા અને ઇન્ફેક્શનથી બચવા માટે તેમજ કિડની, લિવર અને લંગ્સ તેમજ હાર્ટની બીમારીઅોને ઘટાડવા માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. શહેરમાં રહેતા લગભગ ૮૦થી ૯૦ ટકા લોકો અાજકાલ વિટામિન ડીની કમીથી પિડાય છે. હવે લોકો તડકામાં વધુ બહાર નીકળતા નથી. વિટામિન ડીનો સૌથી સારો અને ફ્રી સોર્સ તડકો છે. રોજ થોડીવાર માટે તડકામાં બેસીને વિટામિન ડીની કમી ઘટાડી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like