કોર્ટના આદેશ પર ખેડૂત બની ગયો શતાબ્દી ટ્રેનનો માલિક

નવી દિલ્હીઃ લુધિયાણાની એક જિલ્લા અદાલતે જમીન અધિગ્રહણના મામલે રેલવે તરફથી ખેડૂતને પૈસા ન ચૂકવાતા અજીબ ચૂકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અને લુધિયાણા સ્ટેશનને 45 વર્ષીય પીડિત ખેડૂત સંપૂર્ણ સિંહને આપવામાં આવશે. પીડિતની અપીલ પર અદાલતે સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ અને સ્ટેશનને ખેડૂતને આપવાનો આદેશ આપ્યો છે. આ મામલો 2007માં લુધિયાણાની ચંદીગઢ રેલવે લાઇનના નિર્માણ સમયનો છે. અદાલતે રેલવે લાઇન માટે અધિગ્રહિત કરેલી જમીનની કિંમત 25 લાખ પ્રતિ એકરથી વધારીને 50 લાખ પ્રતિએકર કરી દીધી છે. આ કારણે સંપૂર્ણ સિંહને 1 કરોડ 47 લાખ મળવા જોઇએ. પરંતુ રેલવેએ તેને માત્ર 42 લાખ રૂપિયા જ આપ્યા છે. વર્ષ 2012માં શરૂ થયેલ આ કેસ પર વર્ષ 2015માં ચૂકાદો આવ્યો છે. પરંતુ રેલવેએ હજી સુધી ચૂંકણી કરી નથી. તેથી ખેડૂતે ફરીથી કોર્ટમાં અરજી કરી છે. ત્યારે લુધિયાણા જિલ્લા અને સત્ર ન્યાયાધીશે આ નિર્ણય લીધો છે.

અદાલતના આદેશ બાદ ખેડૂત સંપૂર્ણ સિંહ તકનીકી રીતે સ્વર્ણ શતાબ્દી એક્સ્પ્રેસના માલિક બની ગયા છે. પરંતુ ખેડૂતો તે ટ્રેનને ઘરે લઇ જઇ શકે તેમ નથી. ટ્રેન પર પોતાનો કબ્જો મેળવવા માટે ખેડૂત પોતાના વકિલ સાથે રેલવે સ્ટેશન પહોંચી ગયો છે. અદાલતનો આદેશ રેલવે ડ્રાઇવરને સોંપવામાં આવ્યો છે. રેલવેના સેક્શન એન્જિનીયરે ટ્રેનને ખેડૂતના કબજામાં જતા રોક્યું છે. સાથે જ જણાવ્યું છે કે ટ્રેન કોર્ટની સંપત્તિ નથી. ખેડૂત સંપૂર્ણ સિંહના વકિલે ટ્રેનના ડ્રાઇવરને કોર્ટનો આદેશ આપ્યો હતો અને નોટિસ ટ્રેન પર લગાવી દીધી. સંપૂર્ણ સિંહે ટ્રેનને એટલા માટે ન રોકી કારણકે તેમાં મુસાફરો સવાર હતા અને તેઓ મુસાફરોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી આપવા માંગતા ન હતા. જો હજી પણ રેલવે દ્વારા ખેડૂતને પૈસા આપવામાં નહીં આવે તો રેલવેની સંપત્તિ નિલામ કરવામાં આવશે.

http://sambhaavnews.com/

 

 

You might also like