નેશનલ કોંગ્રેસની જીએસટીની ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરની વિપક્ષી પાર્ટી નેશનલ કોન્ફરન્સ દ્વારા જીએસટી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ અંગે વિસ્તારથી ચર્ચા-વિચારણા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ કરવામાં આવી છે.

નેશનલ કોન્ફરન્સ દ્વારા ભારતના બંધારણના ૧૦૧મા સંશોધનમાં જમ્મુ-કાશ્મીરમાં જીએસટી લાગુ કરવા સંબંધે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પક્ષના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારના આ પગલાના કારણે રાજ્યની નાણાકીય સ્વાયતત્તા ઉપર વ્યાપક પ્રભાવ પડશે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે આગામી ૧ જુલાઇએ ‘વન નેશન વન ટેક્સ’ સિસ્ટમ અંતર્ગત સમગ્ર દેશમાં જીએસટી અમલમાં આવી રહ્યો છે. આઝાદી બાદ સૌથી મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરની વિપક્ષી પાર્ટીની માગ મહત્ત્વની સાબિત થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like