રાષ્ટ્રીયકૃત બેન્કોને ર૦ ટકા વધુ રોકડની ફાળવણી કરાઈ

અમદાવાદ: આજે અમદાવાદ શહેરની બેન્કોને કરન્સી એલોટમેન્ટમાં વધારે રકમની ફાળવણી કરવાના પગલે હજારો ખાતેદારો પગાર પછીના અઠવાડિયામાં રોકડ ઉપાડના મુદ્દે રાહતનો શ્વાસ લેશે. ૧ તારીખથી ૭ ડિસે. સુધી રોકડ ઉપાડના મુદ્દે નાગરિકો પરેશાની ભોગવી રહ્યા હતા. ગણતરીના કલાકોમાં બેન્કોમાં કેશ ખલાસ થઇ જવાના પગલે ખાતેદારોને પૈસા ઉપાડ્યા વિના પાછું ફરવું પડતું હતું.

પરંતુ ગત સપ્તાહે ૧૦૦ કરોડથી વધુના સપ્લાય બાદ આજે નેશનલાઇઝ બેેન્કો માટે ૧ર૦ કરોડની વધુ રકમનું એલોટમેન્ટ આરબીઆઇ કરશે. કો-ઓપરે‌િટવ સેક્ટરની હાલત યથાવત્ રહેશે. કો-ઓપરે‌િટવ બેન્કને બ્રાંચદીઠ ચિલ્લર સમાન રૂ. બે લાખનું એલોટમેન્ટ થશે. આ અંગે બેન્કના અધિકારીએ જણાવ્યું હતું કે વધુ રકમનું એલોટમેન્ટ કરવાનું ગઇ કાલે જાહેર કરાયું હતું. આજે ડિસ્ટ્રીબ્યુટેશન થશે, જેથી ખાતેદારોને સાચવી લેવાશે. ગત સપ્તાહે કો-ઓપરે‌િટવ બેન્કોને બ્રાંચદીઠ ૧પ લાખની ફાળવણી બાદ આજે લાંબા સમયગાળાએ રૂ.બે લાખની ફાળવણી થશે.

મર્યા‌િદત કરન્સીના કારણે નેશનલાઇઝ બેન્કો આજે પણ મર્યાદિત રકમ એટીએમમાં રિફીલ કરી રહી છે. સહકારી બેન્કના ખાતેદારોની હાલત આજે પણ કફોડી બની છે. કેશફ્લો વધારવાની માગ સાથે સહકારી બેન્કોના પ્રતિનિધિ મંડળની આરબીઆઇ સાથેની ત્રણ વખત રજૂઆત બાદ પણ સહકારી બેન્કોને ૧પ લાખથી વધુ રકમની કરન્સી મળી નથી. કરન્સીના પ્રમાણમાં ખાતેદારોની સંખ્યા અને ઉપાડ વધુ હોઇ આજે પણ સહકારી બેન્કોના ખાતેદારો છતા પગાર અને નાણાં રોકડ મેળવી શકતા નથી.

૮ નવેમ્બરે નોટબંધી જાહેર થયા બાદ રોકડ ઉપાડ માટે આજે પણ ખાતેદારો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આરબીઆઇ તરફથી પૂરતી કેશ નહીં મળવાના કારણે એટીએમ ખાલી છે તો બીજી તરફ બેન્કોમાં પણ રોજ કેશ ખૂટી પડે છે. આ સંજોગોમાં પહેલી વાર આજે આરબીઆઇ તરફથી વધુ ર૦ ટકા કેશફલોની ફાળવણી થતાં બેન્કોને ૧ર૦ કરોડથી વધુ રકમ મળશે. તેથી ખાતેદારોને કેશ ઉપાડ માટે રાહત મળશે.
http://sambhaavnews.com/

You might also like