રાષ્ટ્રગાનનું સમ્માન ન કરવા પર થશે સખ્ત સજા

નવી દિલ્હીઃ સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન દરમ્યાન ઉભા ન રહેવા પર સતત વિવાદ સર્જાયો છે. ભોપાલમાં રહેનારા શ્યામ નારાયણ જેમણે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય સામે કેસ કર્યો છે. તેમનું માનવું છે કે રાષ્ટ્રગાન પર ન ઉભા થવા પર જે તે વ્યક્તિ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઇએ. તેમણે પોતાનો અભિપ્રાય મંગળવારે જજ સાથે રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 30 નવેમ્બj 2016એ ચૂકાદો આપ્યો હતો. જેને હવે કડક નિયમ સાથે રજૂ કરવાની માંગ થઇ રહી છે. હાલના નિયમ પ્રમાણે તિરંગાનું અપમાન કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની જેલ થઇ શકે છે. શ્યામ નારાયણના વકિલ રાકેશ ત્રિવેદીએ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેંચ સામે અપીલ કરી છે કે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવા પર જે નિયમો છે. તે રાષ્ટ્રગાનના અપમાન કરવા પર પણ લાગુ કરવા જોઇએ.

જોકે કોર્ટે આ મામલે કોઇ જ નિર્ણય લીધો નથી. કોર્ટે આવનારી 23 ઓગસ્ટે આ મામલે સુનાવણી હાથ ધરશે. નિયમો પ્રમાણે જો કોઇ પણ વ્યક્તિ ભારતના તિરંગી ઝંડાને બાળે, ફાળે કે પછી તેનું અપમાન કરે તો તે સજાને પાત્ર છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગાન વાગતા સમયે સિનેમાહોલના પડદા પર રાષ્ટ્રીય ધ્વજ દેખાડવો જરૂરી છે. શ્યામ નારાયણ ચોક્સીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી છે કે સિનેમા હોલમાં પ્રત્યેક ફિલ્મના પ્રદર્શન પહેલા દરેક વખતે રાષ્ટ્ર ગીત વગાડવામાં આવે.

http://sambhaavnews.com/

You might also like