અમે આટલા એન્કાઉન્ટર કર્યા ન હોય તો દેશને નરેન્દ્ર મોદી જેવા PM મળ્યા ન હોત: વણઝારા

જો ગુજરાત પોલીસ આટલી સજાગ ન હોત તો દેશને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન ન મળ્યા હોત. અમારી પોલીસ એ જગ્યાઓ પર અને એવા મામલાઓમાં સફળ રહી છે, જ્યાં બીજા રાજ્યોની પોલીસ સંપૂર્મ રીતે નિષ્ફળ રહી છે. આ ડીજી વણઝારાએ કહ્યું છે જે ગુજરાત પોલીસના પૂર્વ આઈપીએસ અધિકારી હતા.
ગુજરાત પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશ્યિયાલીસ્ટ તરીકે જાણીતા થયેલા વણઝારાએ આવું નિવેદન આપ્યું છે. વણઝારા ઇશરત જહાંના કથિત ફેક એન્કાઉન્ટર કાંડમાં મુખ્ય આરોપી છે અને તેમને સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
હાલમાં જ એક સમ્માન સમારોહમાં વણઝારાએ કહ્યું કે અમે કહ્યું હતું કે ઇશરત જહાં આતંકી હતી, પરંતુ કોઈએ ન માન્યુ. જ્યારે એક આતંકીને ખુદ સ્વીકાર્યું છે કે ઇશરત તેમના સંગઠનની સભ્ય હતી.

You might also like