આંગળીમાં ઈજા છતાં નાથન લિયોન રાંચી ટેસ્ટમાં રમશે

રાંચીઃ ભારત સામે બેંગલુરુમાં રમાયેલી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોનના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. આમ છતાં ઓસ્ટ્રેલિયાના આ ઓફ સ્પિનરને વિશ્વાસ છે કે તે ૧૬ માર્ચથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ માટે અંતિમ ઈલેવનમાં સ્થાન મેળવી શકશે. લિયોન જે આંગળીથી બોલ સ્પિન કરે છે તે આંગળીની ચામડી બીજી ટેસ્ટ દરમિયાન ફાટી ગઈ હતી.

લિયોને બેંગુલુરુ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૫૦ રન આપીને આઠ વિકેટ ઝડપીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી, પરંતુ બીજી ઇનિંગ્સમાં તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો, જેનાથી ભારત મેચ પર નિયંત્રણ મેળવી લઈને જીત હાંસલ કરવામાં સફળ રહ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like