તો શું નાસ્ત્રેદમસની ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી પણ સત્ય થશે ?

ફ્રાન્સમાં 16મી સદી દરમિયાન અનેક ભવિષ્યવાણી કરી ચુકેલ નાસ્ત્રેદમસની વધારે એક ભવિષ્યવાણી સત્ય થવાનો સમય આવી ગયો છે. નાસ્ત્રેદમસે 16મી સદીમાં પહેલું વિશ્વયુદ્ધ, બીજુ વિશ્વયુદ્ધ તેમજ નેપોલિયન સામ્રાજ્ય સહિતની અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. જે સત્ય સાબિત થઇ છે. થોડાક સમય અગાઉં જ પેરિસ પર આઇએસઆઇએસ દ્વારા કરવામાં આવેલી હુમલાની પણ નાસ્ત્રેદમસ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

નાસ્ત્રેદમસે પહેલાં જ આ વાતની ભવિષ્યવાણી કરી હતી કે 21મી સદીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થશે. નાસ્ત્રેદમસને અનુસાર મેસોપોટામિયાની પવિત્ર ધરતી પરથી આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે. ભવિષ્યવાણી અનુસાર ઇશ્વરના વિરોધી જ ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ કરશે. આ યુદ્ધને કારણે ક્રિશ્ચિયન ધર્મ માનનારા દેશો ખુબ જ હેરાન થશે.

તેમની ભવિષ્યવાણીને અનુસાર ત્રીજા વિશ્વયુદ્ધની ભૂમિકા બનવાની શરૂઆત થઇ જશે. મિડલ ઇસ્ટ સમગ્ર દુનિયામાં જંગનું મેદાન બની જશે. અહીં દુનિયાના તમામ દેશો પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. અહીંયા વિશ્વની કટ્ટર વિરોધી તાકાતો તેમજ અમેરિકા અને રશિયા પણ સાથે મળીને લડશે અને તેઓ દુનિયામાં શાંતિ સ્થાપવા માટે આતંવાદની વિરુદ્ધ ઉભા હશે. આ ઘટના વર્ષ 2015નાં અંતમાં અને 2016ની શરૂઆતમાં થવાની શક્યતા છે.

બીજા વિશ્વયુદ્ધનો સંકેત- બીજુ વિશ્વયુદ્ધ અને એડોલ્ફ હિટલરના ઉદય વિશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી એકદમ યોગ્ય સાબિત થઇ હતી. વર્ષ 1939થી 1945 સુધી ચાલેલા આ વિશ્વયુદ્ધમાં દુનિયાના સૌથી મોટા દેશોએ ભાગ લીધો હતો. જેમાં દુનિયાના 10 કરોડ સૈનિકોએ ભાગ લીધો હતો.

You might also like