દુનિયાનું પહેલું મિશન, આગામી વર્ષે સૂરજ પર અંતરિક્ષયાન મોકલશે નાસા

અમેરિકાઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા આગામી વર્ષે સૂરજ તરફ અંતરિક્ષયાન મોકલશે. સૂરજ વિશે જાણવા માટે દુનિયાનું આ પ્રથમ મિશન છે. નાસાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ મિશન આપણા સૌરમંડલના જન્મદાતા એવા સૂરજને ઓળખવા માટે તેના વાતાવરણ અંગે જાણવા માટે છે. સાથે જ સૌરમંડલના આ તારાની ભૈતિકી શું છે તે પણ જાણવામાં આવશે.

તે કેવી રીતે કામ કરે છે. છ દશકથી સૂરજ પર રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોએ આ રીતના પ્રશ્નોની જીજ્ઞાસાને પણ દૂર કરશે. સૂરજની આ યાત્રા માનવ સભ્યતાની પહેલી યાત્રા હશે. નાસાએ કહ્યું છે કે જુલાઇ 2018માં આ અંતરીક્ષ યાનને લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવશે.

અતંરિક્ષયાન ‘પાર્ક સોલર પ્રોબ’ સૂરજની કક્ષાના લગભગ 40 લાખ મીલના ઘેરાવમાં પ્રવેશે એટલે કે ત્યાંથી સૌર વાતાવરણ સુધી જશે. આ દરમ્યાન અંતરિક્ષયાન જેટલી ગરમી અને વિકિરણનો સામનો કરશે, આજ સુધી કોઇ પણ માનવ દ્વારા નિર્મિત વસ્તુઓથી કરવામાં આવ્યો નથી.

સૂરજનો સૌથી બહારનો હિસ્સો કોરોના કેવી રીતે ગરમ થાય છે અને તેની પાછળ શું પ્રક્રિયા છે? તે અંગે પણ માહિતી મેળવવામાં આવશે. સોલર પ્રોબ પ્લસને સૂરજના તાપથી બચાવવા માટે તેમાં સ્પેશિયલ કાર્બન કંપોઝિટ હીટ શિલ્ડ લગાવવામાં આવશે. આ હીટ શિલ્ડની જાડાઇ 11.43 સેમી છે. સૂરજની બહારનવી કક્ષા તેના સપાટી કરતા સેંકડો ગણી વધારે ગરમ છે. તેનું તાપમાન 5 લાખ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી પણ વધારે હોઇ શકે છે.

You might also like