નાસાએ અવકાશમાંથી એબીસીડી શોધી

સામાન્ય રીતે પૃથ્વી પરના માણસો અાકાશમાં વાદળ, ધુમ્મસ, મેઘધનુષ્ય અને તારાઓના કારણે રચાતા આકારો જોઈને અને તસવીરોમાં કેદ કરીને ખુશ થતા હોય છે પણ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પૃથ્વી પર રચાતાં કુદરતી દૃશ્યોની સેટેલાઈટ તસવીરો બહાર પાડી છે.

અવકાશમાંથી પૃથ્વીના જુદા જુદા એંગલથી લેવાયેલા ફોટોગ્રાફ્સમાં કુદરતી નદીઓ, સમુદ્ર, પર્વતમાળાઓ ખાડીઓ, હરિયાળીને કારણે રચાતાં કુદરતી દૃશ્યોને લીધે અંગ્રેજીના આલ્ફાબેટ્સ જેવો આભાસ પેદા કરતી તસવીરો એકત્ર કરવામાં આવી છે.

You might also like