અંતરિક્ષમાંથી રાત્રે આવું દેખાય છે ભારત, નાસાએ બહાર પાડ્યા ફોટા

વોશિંગટનઃ અમેરિકી અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશનએ ગુરૂવારે ધરતીના ગ્લોબલ નાઇટટાઇમ ફોટો બહાર પાડ્યા છે. જેમાં ભારત અને તેની આસપાસનાના ફોટો પણ શામેલ છે. આ ફોટોગ્રાફ્સ પરથી જોઇ શકાય છે કે દુનિયાભરના દેશોમાં માનવ સંખ્યાની પેટર્નમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે.

2016
વર્ષ 2016નો ફોટો

વર્ષ 2012 બાદ પહેલી વખત બહાર પાડવામાં આવેલ ફોટોગ્રાફ્રસમાં ભારતની ખૂબ જ આકર્ષક છબી જોવા મળી રહી છે. 2012 અને 2016ના ફોટાની તુલનામાં એ પણ જોવા મળી રહ્યું છે કે તે સમયના અને અત્યારના નાઇટ ટાઇમમાં ખૂબ જ ફર્ક જોવા મળી રહ્યો છે.

2012-16
વર્ષ 2012-2016ની તુલના

નાસાએ કહ્યું છે કે બંને ફોટોમાં જોઇ શકાય છે કે આ વર્ષ દરમ્યાન દેશની જનસંખ્યામાં વિકાસમાં કેવી રીતે પરિવર્તિન આવ્યું છે. સેટલાઇટથી પણ લેવામાં આવેલી ધરતીના આ ફોટોમાં નાઇટ લાઇટ્સ ક્યાં જઇ રહી છે. છેલ્લાં 25 વર્ષથી આ રીતના ફોટોગ્રાફ્સનો ઉપયોગ નાસા તેના સંશોધન માટે કરી રહ્યું છે.


દર દશક પર આ રીતના ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવે છે. નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટની શોધ ટીમ એ કોશિષમાં લાગેલી છે કે નાઇટ લાઇટ્સના આ ફોટોગ્રાફ્સને કેવી રીતે વાર્ષિક, માસિક કે રોજના અપડેટ માટે કરી શકાય. આ શોધ ટીમનું નેતૃત્વ પૃથ્વી વૈજ્ઞાનિક મિગેલ રોમન કરી રહ્યાં છે. વૈજ્ઞાનિક ટીમ રોજ રાતની ધરતીની બિલકુલ સ્પષ્ટ ફોટો પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગયા છે.

http://sambhaavnews.com/

You might also like