નરસિંહને ઓલિમ્પિક્સમાં ભાગ લેવા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની પરવાનગી

નવી દિલ્હી: ‘નાડા’ (નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી) દ્વારા દોષમુક્ત જાહેર કરાયા પછી નરસિંહ યાદવને રિયો ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા માટે ગઈ કાલે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ની પણ માન્યતા મળી ગઈ છે, પરંતુ ‘વાડા’ (વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી) તરફથી પરવાનગીની હજી તે રાહ જોઈ રહ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)એ ઓલિમ્પિકમાં ૭૪ કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં નરસિંહનું નામ ફરી સ્વીકારવાની ‘નાડા’ને વિનંતી કરી હતી.

ડબ્લ્યુએફઆઈના પ્રમુખ બ્રિજભૂષણ શરનસિંહે કહ્યું હતું કે નરસિંહને હવે રિયો રવાના થવા પહેલા ફક્ત વિશ્વ સંસ્થાની મંજૂરીની જરૂર રહે છે. રિયો રમતોત્સવનો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે.

You might also like