આવ્યો મહત્વનો ચુકાદો : નરસિંહ યાદવ નિર્દોષ નહી લાગે પ્રતિબંધ

નવી દિલ્હી : ભારતીય કુશ્તી ફેન્સ માટે સારા સમાચાર આવી ગયા છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ ભારતીય પહેલવાન નરસિંહ યાદવને નિર્દોષ ગણાવ્યા છે. ઉપરાંત તેનાં પર કોઇ પ્રતિબંધ નહી લગાવાય તેવી પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નરસિંહ યાદવ ડોપિંગ મુદ્દે નરસિંહ યાદવ ડોપિંગ મુદ્દે ભારતીય કુશ્તી સંઘ અને ઓલમ્પિક સંઘ (આઇઓએ)એ નાડાને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એક જુનિયર પહેલવાન દ્વારા તેનાં ભોજનમાં ડ્રગ્સની મિલાવટની વાત કરવામાં આવી હતી.

નરસિંહે આ મુદ્દે જુનિયર પહેલવાનની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. તમામ લોકોની નજર નાડાનાં નિર્ણય પર ટકેલી હતી કે નરસિંહનાં મુદ્દે શું નિર્ણ લે છે અને હવે નાડાએ તેને નિર્દોષ જાહેર કર્યા છે. જેનાં કારણે તેનું ભવિષ્ય સુરક્ષીત થઇ ગયું છે. આજે નાડાનાં નિર્ણય બાદ ભારતીય કુશ્તી સંઘે કહ્યું કે નરસિંહ યાદવને ફરીથી રિયો ટીમમાં સમાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિવાદ બાદ તેની જગ્યાએ પ્રવિણ રાણાને ટીમમાં મોકલી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ જો ભારતીય પહેલવાન નરસિંહને ઓલમ્પિકની દોડમાં પાછળ રહી ગયા હતા. હવે તેણે પણ નરસિંહને શુભકામના આપતા કહ્યું કે મારુ સમર્થન તેને કાલે પણ હતું અને આજે પણ છે. નરસિંહ ઓલમ્પિકમાં જઇને મારા તથા દેશનાં માટે મેડલ જીતી લાવે. ઉલ્લેખનીય છે કે, ડોપિંગ મુદ્દે સુશીલ કુમાર તથા તેનાં કોચ સતપાલની ભુમિકા અંગે પણ સવાલ ઉઠ્યા હતા.

You might also like