નરોડામાં એકસાથે ૩૩૪ ફ્લેટ સીલ કરવા ગયેલા અધિકારીઅો પર હુમલો

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સુમ‌િતનાથ પ્રભુ એપાર્ટમેન્ટમાં મકાન સીલ કરવા માટે ગયેલા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ પર રહીશોએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. છેલ્લાં 35 વર્ષથી 334 ફ્લેટના રહીશોએ લોનની ભરપાઇ નહીં કરતાં ગઇ કાલે અધિકારીઓની ટીમ મકાન સીલ કરવા માટે ગઇ હતી તે સમયે આ બનાવ બન્યો હતો. સમયસર પોલીસ બંદોબસ્ત નહીં મળતાં અધિકારીઓ પર રહીશોએ હુમલો કરીને સરકારી દસ્તાવેજોને આગચંપી કરી હતી.

સુભાષ‌િબ્રજ વિસ્તારમાં આવેલી ઘનશ્યામ કોલોનીમાં રહેતા અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓ. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં રિકવરી અધિકારી તરીકે ફરજ બજાવતા પંકજભાઇ પટેલ અને તેમની ટીમ પર ગઇ કાલે નરોડા વિસ્તારમાં આવેલ સુમ‌િતનાથ પ્રભુ એપાર્ટમેન્ટના રહીશોએ હુમલો કર્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પંકજભાઇ, ઇલેશભાઇ પટેલ, શૈલેશ જોષી, રમેશ મકવાણા તથા અન્ય સ્ટાફના લોકો સુમ‌િતનાથ પ્રભુ એપાર્ટમેન્ટમાં બંધ પડેલાં મકાનોમાં સીલ મારવા માટે ગયા હતા તે સમયે તેમના પર રહીશોએ હુમલો કર્યો હતો.

અંદા‌િજત 35 વર્ષ પહેલાં નરોડા વિસ્તારમાં સુમ‌િતનાથ પ્રભુ એપાર્ટમેન્ટ બન્યા હતા. તે સમયે રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગના નેજા હેઠળ ચાલતી ધી ગુજરાત સ્ટેટ કો-ઓ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાની લોન આપવામાં આવી છે. છેલ્લાં 35 વર્ષથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ લોનની ભરપાઇ નહીં કરતાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓ હાઉ‌િસંગ ફાઇનાન્સ લિમિટેડના અધિકારીઓએ જિલ્લા ર‌િજસ્ટ્રાર તેમજ કલેક્ટરને રજૂઆત કરી હતી. દોઢ વર્ષ પહેલાં અમદાવાદ કલેક્ટર દ્વારા મિલકતને જપ્ત કરીને તેની હરાજી કરીને રકમ વસૂલવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં સ્પેશિયલ ઓફિસર તરીકે પંકજભાઇ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

334 ફ્લેટના કબજેદારોને પંકજભાઇ પટેલે બે નો‌િટસ આપી હતી. નોટિસનો જવાબ નહીં આપતાં ગઇ કાલે પંકજભાઇ ટીમ સાથે મકાનોને સીલ મારવા માટે પહોંચી ગયા હતા અને બે બંધ મકાનોને સીલ કર્યા હતા. આ રહીશોએ ભેગા થઇ પંકજભાઇ અને તેમની ટીમ સામે હુ‌િરયો બોલાવ્યો હતો. દરમિયાનમાં કેટલાક લોકોએ પંકજભાઇ અને અન્ય અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી અને અધિકારીઓ પાસેના સરકારી દસ્તાવેજો સળગાવી દીધા હતા. પંકજભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જો કે અધિકારીઅોને સીલીંગ કર્યા વિના પાછા ફરવું પડ્યું હતું. અધિકારીની ફરિયાદ બાદ પોલીસે સ્થાનિક રહીશો સામે ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે પંકજભાઇ પટેલે જણાવ્યું છે કે સી‌િલંગ કરતી સમયે પોલીસના બંદોબસ્તની જરૂર હોવાથી એક મહિના પહેલાં પોલીસ કમિશનર પાસે બંદોબસ્ત માટે માગ કરી હતી, જે લેટર નરોડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જોકે નરોડા પોલીસે બંદોબસ્ત આપ્યો ન હતો.

નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અાર.બી. રાણાઅે જણાવ્યું છે કે ગુજરાત સ્ટેટ કો.અો. હાઉસિંગ ફાઈનાન્સના અધિકારીઅો પોલીસને જાણ કર્યા વગર સીલ કરવા પહોંચી ગયા હતા. હાલ મનીષ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like