નરોડા હિટ એન્ડ રન કેસમાં નિવૃત્ત પીએસઆઈના પુત્રની ધરપકડ

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં શુક્રવારે પુરઝડપે પસાર થઇ રહેલ કારના ચાલકે મકાનની બહાર બેઠેલા દંપતીને અડફેટમાં લીધા બાદ કારને મકાનમાં ઘુસાડી દઇ અકસ્માત કરવાના ચકચારી કિસ્સામાં પોલીસે નિવૃત્ત પીએસઆઇના પુત્રની ધરપકડ કરી છે. મોડી રાતે નિવૃત્ત પીએસઆઇની પૂછપરછ બાદ તેમના પુત્રની ભાળ મળતાં તેની ધરપકડ કરાઇ છે.

નરોડા વિસ્તારમાં આવેલ રામદેવનગરના છાપરામાં રહેતા અશોકભાઇ કાં‌િતભાઇ પ‌િઢયારે નરોડા પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ ફ‌િરયાદ કરી છે. શુક્રવારે મોડી રાતે અશોકભાઇના પિતા કાં‌િતભાઇ, માતા શાંતાબહેન અને ભાઇ વિષ્ણુ ઓસરીમાં બેઠાં હતાં તે સમયે પુરઝડપે કાર લઇને આવેલા ચાલકે ‌િસ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર છાપરાના મકાનમાં ઘૂસી ગઇ હતી.

અકસ્માતની આ ઘટનામાં કાં‌તિભાઇ અને શાંતાબહેનને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તબીબોએ કાં‌િતભાઇને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથ‌િમક તપાસમાં વેગનઆર કાર નરોડા સ્મશાનની બાજુમાં આવેલા સુર‌ે‌િલયા એપોર્ટમેન્ટમાં રહેતા ઉમેશ ગોપાલદાસ પ્રજાપતિ નામની વ્યકિતની હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ કારને નિવૃત્ત પોલીસ સબઇન્સ્પેક્ટર સોમાભાઇ (રહે. શ્રદ્ધાપાર્ક સોસાયટી, સુજલપાર્કની પાસે કઠવાડા રોડ, નરોડા) નાે પુત્ર મિતેષ રો‌િહત હોવાનું સામે આવ્યું હતું. મિતેષ રો‌િહત કારમાં સ્ટંટ કરવાનો શોખીન હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગઇ કાલે મોડી રાતે નરોડા પોલીસે નિવૃત્ત પીએસઆઇ સોમાભાઇની સઘન પૂછપરછ કરી હતી, જેમાં મિતેષ ક્યાં છુપાયો છે તેની વિગત મળતાં તેની ધરપકડ કરી છે.
http://sambhaavnews.com/

You might also like