નર્મદા કેનાલમાંથી બે અજાણી મહિલાની લાશ મળી આવી

અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે મહિલાની લાશ મળી આવતાં પોલીસે આ અંગે સઘન તપાસ શરૂ કરી છે.  આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર જિલ્લામાં જમિયતપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો. જ્યારે સાંજના સુમારે આજ સ્થળેથી અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન આ મહિલા નરોડા વિસ્તારમાં રહેતી હોવાનું અને તેનું નામ પ્રિયંકા આશિષભાઈ ભાટી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. પ્રિયંકાએ આ અંતિમ પગલું શા માટે મળ્યું તે અંગેની કોઈ વિગત જાણવા
મળી નથી.

You might also like