નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લોકોએ ૧૨ કલાક પાણીમાં વિતાવ્યા

દિયોદર પંથકમાં વરસાદ અવિરતપણે પડી રહ્યો છે. ગઈકાલે ગોદા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના ૫૦ ફૂટના બે અને ૨૦ ફૂટનું એક એમ ત્રણ ગાબડા પડતાં તેરવાડા, વડિયા અને ગોદા ગામના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારે ધડાકાભેર કેનાલ તૂટતા ખેતરમાં રહેતા લોકો ભયભીત બની ગયા હતા. હજુ લોકો પાણીથી બચવા ભાગી છૂટવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પાણી અાવી પહોંચતા ૩૦ લોકો ફસાઈ ગયા હતા અને રેસ્ક્યુ ટીમ અાવી ત્યાં સુધી ૧૨ કલાક જેટલો સમય પાણીમાં વિતાવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like