નર્મદા ગાંડીતુર : કાંઠાનાં તમામ ગામોને એલર્ટ રહેવા સુચન

ભરૂચ : નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે ભરૂચનો ગોલ્ડન બ્રિજ ખાતે સતત જળસપાટી વધી રહી છે. હાલ આ સપાટી 18 ફુટે પહોંચી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થઇ ચુક્યો છે. તેમ છતા પણ પાણીની આવક ચાલુ રહેતા પાણી છોડાઇ રહ્યું છે. જેનાં પગલે 24 કલાકમાં જ બે ફુટ જેટલું જળ સ્તર વધી ગયું છે. હવે નર્મદા નદી તેનાં ભયાનક સ્વરૂપથી 6 ફુટ દુર રહી છે.

નદીમા વધી રહેલા જળસ્તરને ધ્યાને રાખીને કલેક્ટર સંદિપ સાંગલેએ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવીને સ્થિતીની સમીક્ષા કરી હતી. કાંઢા વિસ્તારનાં 44 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસથી 3.18 ક્યુસેકથી વધારે પાણી આવ્યું હોવાથી નર્મદા ડેમ ઓવરફ્લો થઇ ચુક્યો છે. ઓવરફ્લો તથા રીવર બેડ પાવર હાઉસ મળીને 3 લાખ ક્યુસેક કરતા પણ વધારે પાણી નર્મદામાં ઠલવાઇ ચુક્યું છે. જે મંગળવારે વધીને 3 લાખ ક્યુસેક સુધી પહોંચી ચુક્યું હતું.

ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની ભયજનક સપાટી 24 ફૂટ હોવાથી નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફૂટ દુર રહી ગઇ છે. નર્મદા નદીનાં વધી રહેલા જળસ્તરને પગલે 44 ગામોને સતત એળર્ટ રહેવાની તાકીદ કરી હતી. ભરૂચ, અંકલેશ્વર તથા ઝગડિયા કાંઠા વિસ્તારોમાં 44 ગામોને સતત બીજા દિવસે પણ એળર્ટ આપવામાં આવ્યું હતું. લોકોને નદી કિનારે નહી જવા તથા નદીમાં નદી ઉતરવા માટે પણ સતત તાકીદ કરાઇ રહી છે.

You might also like