એડલ્ટ અને કોમેડી સેક્સ ફિલ્મ નથી કરવા માંગતી નરગિસ ફકરી

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી નરગિસ ફાકરીના ચાહકોને આ જાણીને દુખ થશે કે નરગિસે બોલીવુડમાં એડલ્ટ અને કોમેડી સેક્સ ફિલ્મ કરવા માટે તેનો ઇરાદો બદલી નાખ્યો છે. જણાવી દઇએ કે 36 વર્ષની અમેરિકન મોડલ નરગિસ જલ્દી ‘હાઉસફુલ 3’માં જોવા મળશે. નરગિસનું કહેવું છે કે હવે તે બોલીવુડમાં કામ કરવા માંગતી નથી.

તેને કહ્યું કે, ‘હું કોઇ એડલ્ટ કે સેક્સ કોમેડી ફિલ્મ કરવા માંગતી નથી. ઇન્ડિયાના લોકોની સેન્સ ઓફ હ્યૂમર અમેરિકા, જર્મની અને લંડનના લોકોના સેન્સ ઓફ હ્યૂમર કરતાં અલગ છે. હું ભવિષ્યમાં અમેરિકામાં એડલ્ટ અને કોમેડી સેક્સ ફિલ્મ કરી શકુ છું પરંતુ ઇન્ડિયામાં કોઇ દિવસ નહી.’

રોકસ્ટાર જેવી હીટ ફિલ્મો આપનારી નરગિસનું કહેવું છે કે હિન્દી ફિલ્મ ડાયરેક્ટરોનું જોર પણ કોમેડી સેક્સ ફિલ્મ બનાવવા માટે વધારે રહે છે.

You might also like